HomeNationalઓમિક્રોંનના જોખમ વચ્ચે સારા વાવડ, નવા વર્ષે શરૂ થશે બાળકો માટે વેક્સીન

ઓમિક્રોંનના જોખમ વચ્ચે સારા વાવડ, નવા વર્ષે શરૂ થશે બાળકો માટે વેક્સીન

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના જોખમ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી બાળકોની કોવિડ-19 વેક્સિનને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી છે. DGCIની મંજૂરી પછી ભારત બાયોટેકની વેક્સિન હાલ 15થી 18 વર્ષના કિશોરને લગાડી શકાશે. આ વાતનું એલાન વડાપ્રધાન મોદી એ પોતાના રાષ્ટ્ર જોગ સંબોધનમાં કર્યું હતું. તા.3 જાન્યુઆરીના રોજ બાળકો માટેની વેક્સિન આપવામાં આવશે. નવા વર્ષે બાળકો માટે વેક્સિનેશન થશે. જ્યારે ફ્રન્ટ લાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ અપાશે.

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે. PMએ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી તેમ જણાવી કહ્યું કે લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW