HomeGujaratહળવદના ચરાડવા પાસે કેનાલમાંથી હત્યા કરી સળગાવી દીધેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

હળવદના ચરાડવા પાસે કેનાલમાંથી હત્યા કરી સળગાવી દીધેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

હળવદ તાલુકાના ચરાડવાથી સમલી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ માંથી એક અજાણ્યાં પુરૂષનો અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતા હળવદ પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.મૃતદેહનો કબ્જો મેળવી ફોરેન્સિક પીએમ અર્થે મોકલવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને 25થી 30 વર્ષના હોવાનું અને તેની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ હતી બાદમાં તેને સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મૃતદેહ કેનાલમાં આરોપીઓએ ફેંકી દીધો હતો કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW