HomeGujaratરાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર,આ બે‌ દિવસ કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર,આ બે‌ દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, શુક્રવાર

  રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે 27 અને 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની થવાની વકી આપી છે.હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું જાણવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. વરસાદ સંભવિત વિસ્તારના ખેડૂતોને 27 અને 28 તારીખ સાચવી લઇ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે તેમજ માછીમારો માટે કોઈ એલર્ટ રાખવામાં આવ્યું નથી.

કમોસમી વરસાદની સંભાવનાથી ખેડૂતોમાં ચિંતા

  હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગળના 4-5 દિવસમાં ગુજરાત રિઝનમાં તાપમાન સામાન્ય રહેશે. પરંતુ 2 દિવસ એટલે કે 25 અને 26 ડિસેમ્બરે લગભગ હવામાન સાફ રહેશે. પણ 27 ડિસેમ્બરે વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સાથે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે.

  હવામાન વિભાગના વરતારા મુજબ 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.જ્યારે 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની વકી જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. ખાસ કરીને નવા વર્ષની શરૂઆતથી કાતિલ ઠંડી પડશે અને ત્યારબાદ આગામી દિવસોમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊચો આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW