મુંબઈ, શુક્રવાર
આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર ગગડયું છે. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જનો સેન્સેક્સ 202 અંકના ઘટાડા સાથે 57113 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 69 અંક તૂટીને 17003 પર બંધ થયો છે. બેન્કિંગ સ્ટોક્સને સૌથી વધુ માર પડયો છે. ઈંડસઈંડ બેન્ક, કોટક બેંક અને એક્સિસ બેન્કના શેર 1-1 ટકાથી વધુ ગગડયા છે.
સેન્સેક્સ 252 અંકોની તેજી સાથે 57567 પર ખુલ્યો હતો. તેણે દિવસમાં 57623નો હાઈ અને 56813નો લૉ બનાવ્યો હતો. આ સિવાય 30 શેરોમાંથી 23 શેરોમાં ઘટાડા સાથે અને 7 શેરો બઢત સાથે બંધ થયા હતા. બઢતવાળા શેરોમાં મુખ્યત્વે એચસીએલ ટેકમાં 3 ટકાનો વધારો નોઁધાયો હતો. એશિયન પેન્ટ્સ,વિપ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે અને ઈન્ફોસિસમાં પણ તેજી રહી હતી.
નિફ્ટી 69 અંક તૂટીને 17003 પર બંધ થયો હતો. તેણે દિવસમાં 17155નો હાઈ અને 16909નો લૉ બનાવ્યો હચતો. તેના 50 સ્ટોકમાંથી 39માં ઘટાડો અને 11માં બઢત જોવા મળી હતી. તેના નેક્સ્ટ 50 ઈન્ડેક્સ, મિડકેપ, નિફ્ટી બેંક અને નિફ્ટી ફાયનાન્શિયલ ઈંડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
નિફ્ટીના બઢતવાળા શેરોમાં એચસીએલ ટેક, એસબીઆઈ લાઈફ, ટીસીએસ અને એશિયન પેન્ટ્સ છે. ઘટાડાવાળા શેરોમાં ઈંડસઈંડ બેંક, ટાટા કન્ઝ્યૂમર, એક્સિસ બેંક, સન ફાર્મા અને અન્ય છે. આના પહેલા ગુરુવારે શેરબજારમાં સતત ત્રીજા દિવસે બઢત જોવા મળી હતી. ગુરુવારે સેન્સેક્સ 384 અંકની તેજી સાથે 57315 પર અને નિફ્ટી 101 અંક વધીને 17056 પર બંધ થયો હતો. આજે માર્કેટ કેપ 259.78 લાખ કરોડને પાર રહી હતી.

