HomeGujaratNorth Gujaratપૈસાની ઉઘરાણી માટે વેપારીનો દીકરો બે માણસો સાથે ફેકટરી માલિકના ઘરમાં ઘૂસી...

પૈસાની ઉઘરાણી માટે વેપારીનો દીકરો બે માણસો સાથે ફેકટરી માલિકના ઘરમાં ઘૂસી અને ધાક ધમકી આપી ચપ્પા વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ, શુક્રવાર

 કોરોનાના કારણે ધંધો બરાબર ચાલતો નહીં હોવાથી ફેકટરી માલિકને અન્ય વેપારીને કેટલાક પૈસા ચૂકવવાના બાકી હતા. પૈસાની ઉઘરાણી માટે તે વેપારીનો દીકરો બે માણસો સાથે ફેકટરી માલિકના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ધાક ધમકી આપીને ચપ્પા વડે હુમલો કર્યો હતો.વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  સનરાઈઝ પાર્કમાં રહેતા જુગલકિશોર પલોડ(55) મહેસાણાના વડાવી ગામમાં ભૈરવ રોલિંગ મિલ્સ નામની કંપની ધરાવે છે. જુગલ કિશોર ભાવનગરમાં આવેલી શાંતિ સ્ટીલ ટ્રેડર્સ અને ફ્રીડન્સ ગ્રીન રિ સાઈકલર્સ કંપનીના માલિક વિકાસ ગુપ્તા પાસેથી મંગાવેલા રો મટિરિયલના પૈસા ચૂકવવાના બાકી હતી. ગુરુવારે સવારે વિકાસ ગુપ્તાનો દીકરો સભ્ય ગુપ્તા તેના ભાગીદાર વનરાજસિંહ ગોહિલ તેમજ એક માણસને લઈને ફેક્ટરી માલિકના ઘરે આવ્યો હતો. આ દરમિયાન વનરાજસિંહે ચપ્પુ કાઢીને હુમલો કરી જુગલકિશોરને ઈજા પહોંચાડી ત્રણેય ફરાર થઈ ગયા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW