HomeGujaratહેડક્લાર્ક પેપરલીક મામલે વધુ એક આરોપીની ધરપકડ

હેડક્લાર્ક પેપરલીક મામલે વધુ એક આરોપીની ધરપકડ

સાબરકાંઠા,શુક્રવાર

  સાબરકાંઠામાં હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા મામલે પોલીસે અત્યાર સુધીમાં 18થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પેપરકાંડને લઈને પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારથી લઇ વિદ્યાર્થી સુધી પેપર પહોંચાડનારા તમામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસે દેવલ પટેલની ધરપકડ કરી છે. તેમજ વધુ પ્રાંતિજના અન્ય બે લોકોની ધરપકડનો તખ્તો તૈયાર કર્યો છે.

  ગઈ કાલે જ પોલીસ વધુ ત્રણ લોકોની અટકાયત કરી હતી.. ત્યારે પેપરલીક કેસમાં વધુ આરોપીઓના નામ સામે આવી રહ્યા છે. એક તરફ પેપર લીક થયા બાદ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાંની માંગ પણ ઉઠી રહી છે. ત્યારે પેપરલીક મામલે ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે. અહીં ઉલ્લેખનિય છે કે પેપરકાંડમાં પકડાયેલા સૌથી પહેલા 6 આરોપીઓના રિમાન્ડ પૂરા થશે અને બાદમાં પોલીસ દ્વારા મોટા ખુલાસાઓ થઈ શકે છે.

  એક બાજુ જ્યાં યુવરાજ સિંહ સહિતનાં નેતા અસિત વોરા સામે આરોપો લગાવી રહ્યા છે અને તપાસ માટે તેમને પદ પરથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે સરકારને અસિત વોરા પર પૂરો વિશ્વાસ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે અસિત વોરાને ક્લીનચિટ આપી છે. વાઘાણીએ આજે અસિત વોરાના વખાણ કરતાં કહ્યું કે તેમના સમયમાં ગુજરાતમા સારી રીતે પરીક્ષા લેવાઈ રહી છે. અને તેમને ચેરમેન પદેથી હટાવવામાં આવશે નહીં. જૉ પેપરલીક થયું હશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW