HomeGujaratહળવદમા ગાઢ ધુમ્મસના કારણે બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત

હળવદમા ગાઢ ધુમ્મસના કારણે બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત

અમદાવાદથી ભુજ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત : એક ઈજાગ્રસ્ત

હળવદમા છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે હળવદના ઢવાણાના પાટીયા પાસે આજે સવારે ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ખાનગી બસમાં મુસાફરી કરતાં મુસાફરો ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયાં હતાં.

ગાઢ ધુમ્મસના કારણે આજે હળવદના ઢવાણાના પાટીયા પાસે પટેલ ટ્રાવેલ્સ અમદાવાદથી ભુજ જતાં વિસામો હોટલની સામેના ટ્રક પાછળ ઘુસી જતાં મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં વાત કરીએ તો ગાઢ ધુમ્મસના કારણે ગતકાલે અણીયારી ટોલનાકા પાસે અકસ્માત સર્જાયા હતા અને વાહનોને નુકસાન થયું હતું જોકે હળવદના ઢવાણાના પાટીયા પાસે બિનજરૂરી બમ્પ તેમજ ચેકપોસ્ટના કારણે પમ અકસ્માતના બનાવોમા વધારો થયો છે ત્યારે આજે ગાઢ ધુમ્મસના કારણકે ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ધુસી જતાં એક ઈજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW