અમદાવાદ, શુક્રવાર
શહેરમાં 188 દિવસ એટલે 6 મહિના બાદ શહેરમાં આજે 43 નવા કેસ નોંધાયા છે. તેની સાથે શહેરમાં 2 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નોર્થ-વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદલોડિયાના ICB આઈલેન્ડના બ્લોક એચના 4 માળના 4 ઘર તથા વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદખેડાના ન્યુ સીજી રોડ પરની દિવ્યજીવન સોસાયટીના 3જા માળના 4 ઘરને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.
22 ડિસેમ્બરના રોજ 26 કેસ અને આજે વધુ 43 કેસો આવતાં ચાંદલોડિયાના ICB આઈલેન્ડના બ્લોક એચના 4 માળના 4 ઘરના 13 લોકો તથા વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદખેડાના ન્યુ સીજી રોડ પરની દિવ્યજીવન સોસાયટીના 3જા માળના 4 ઘરના 15 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન મૂકવામાં આવ્યા છે.શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (24 ડિસેમ્બર)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

