અમદાવાદ, શુક્રવાર
એસટી વિભાગ દ્વારા મુસાફરોની સવલત વધે અને કામગીરીને યોગ્ય ન્યાય મળે સાથે જ કોઈપણ કર્મચારી ગેરરીતિ ન કરે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.એસટી વિભાગની વિજિલન્સ ટિમ હોય છે જેના દ્વારા સતત ચેકીંગ કરવામાં આવે છે. અને જો ગેરરીતિ પકડાઈ તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં દંડની રકમ વસૂલવાથી લઇને ઇન્ક્રીમેન્ટ રોકવા સુધીની જોગવાઈ છે. કેટલો મોટો ગુનો છે તે મુજબ નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવે છે.
છેલ્લા 1 વર્ષમાં કુલ 3 લાખ 82 હજાર 469 બસ ચેક કરવામાં આવી છે તો 3 લાખ 78 હજાર 836 રૂટ ચેક કરવામાં આવ્યા છે. એટલે કે દરરોજની અંદાજીત 1 હજાર જેટલી બસ ચેક કરવામાં આવી રહી છે. જેમાં એફસીના 443 કેસ કરવામાં આવ્યા એફસી એટલે કે મુસાફર પાસેથી પૈસા લઈ લેવામાં આવ્યા પરંતુ ટિકિટ ન આપવામાં આવી હોય જેના દંડ પેટે2 5 હજાર 121 રૂપિયા દંડ વસુલવામાં આવ્યા છે તો એફએનસીના 5028 કેસ કરવામાં આવ્યા એફએનસી એટલે કે ફેર નોટ કલેક્ટ મુસાફરને બેસાડ્યો. પરંતુ ટિકિટ વગર જ મુસાફરી કરવામાં દેવામાં આવી હોય જેમાં દંડ પેટે 1 લાખ 94 હજાર 241 રૂપિયા વસુલવામાં આવ્યા છે.ડ્રેસ ન પહેર્યો હોય મુસાફર સાથે ગેર વર્તન કર્યું હોય આવા સંજોગોમાં 22710 કેસ કરવામાં આવ્યા જેમાં દંડ પેટે 39 હજાર 902 રૂપિયા વસુલાયા છે. એસટી નિગમ દ્વારા 8 થી 10 ડેપો મળીને એક ડિવિઝન તૈયાર કરવામાં આવે છે અને તે મુજબ ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે. ડિવિઝન સિવાય સેન્ટ્રલની પણ ટિમ દ્વારા કોઈપણ સમયે કોઈપણ રૂટમાં ચેકીંગ કરવામાં આવે છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

