HomeGujaratગુજરાતમાં સરકારી વિભાગની ઘોર બેદરકારી : શિક્ષણમંત્રીનું નામ બદલાયું પણ CM-DyCM તો...

ગુજરાતમાં સરકારી વિભાગની ઘોર બેદરકારી : શિક્ષણમંત્રીનું નામ બદલાયું પણ CM-DyCM તો જૂના જ

ગાંધીનગર,ગુરુવાર

  ગુજરાતમાં સરકારી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે રાજ્યમાં સરકારી સેવાઓ ડિજિટલ થવાની વાતો હવે એક મજાક સમાન લાગી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રીથી લઈને મંત્ર મંડળમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે હજુ પણ શિક્ષણ બોર્ડની વેબસાઈટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યા નથી. શિક્ષણ બોર્ડની સાઈટમાં હજુ પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ જોવા મળી રહ્યું છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે શિક્ષણ બોર્ડની સાઈટ શિક્ષણમંત્રીનું નામ બદલાયું છે પરતું મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનનું નામ ન બદલાતા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.

  આમ તો ડિજિટલ ગુજરાતના મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે પરતું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સાઈટ જ અપડેટ ન કરવામાં આવતા સરકારી વિભાગના ડિજિટલ થવાના દાવાઓની મજાક સમાન લાગે છે, સરકારનું શિક્ષણ વિભાગ કેટલું સજાગ છે અને કટેલું અપડેટ છે તે શિક્ષણ વિભાગની સાઈટ પરથી જોવા મળી રહ્યું છે, વેબસાઈટ પર શિક્ષણમંત્રીનું નામ બદલાય ગયુ છે પરતું હજુ સુધી મુખ્યમંત્રીનું નામ બદલાયું નથી તેને લઈને સરકારી વિભાગની ઘોર બેદરકારી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW