અમદાવાદ,ગુરુવાર
ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલું કોરોનાનું સંક્રમણ ચિંતાનો વિષય બન્યું છે.કારણ કે, એક પછી એક વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે.તેવામાં આજે રાજકોટમાં ફરી 3 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.જેણે વાલીઓની ચિંતા વધારી છે.
હવે ઓમિક્રોનના વધતા સંક્રમણને જોતા એવું લાગી રહ્યું છે કે, ત્રીજી લહેર આવી શકે છે.. કારણ કે, એક તરફ ઓમિક્રોનના કેસો તો વધી રહ્યા જ છે.. પરંતુ હવે તેની સાથે-સાથે કોરોનાના અન્ય કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.,. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.. રાજકોટમાં એક જ દિવસમાં 3 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે..જે વિદ્યાર્થીઓ આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.. ખાસ વાત તો એ છે કે, આર.કે.યુનિવર્સિટીમાં ઓમીક્રોન વેરિયન્ટનો પણ કેસ નોંધાઈ ચૂક્યો છે.. તેવામાં સ્થાનિક લેવલે તંત્ર દોડતું થયું છે..જોકે બીજી તરફ નિષ્ણાતો પણ માની રહ્યા છેકે, શાળા અને કોલેજો ઓફલાઈન શરૂ થયા બાદ કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ છે. રાજ્યના ક્યા જિલ્લાના કેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે તેના પર નજર કરીએ તો સૌથી વધું સુરતમાં 15 અને અમદાવાદમાં 10 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. આ સિવાય રાજકોટમાં 12, વડોદરામાં 4, બનાસકાંઠામાં 2, નવસારીમાં 1, દ્વારકામાં 1, જામનગરમાં 1 અને કચ્છમાં 1 વિદ્યાર્થી કોનોના સંક્રમિત થયો છે.એક તરફ આટલા પ્રમાણમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.. જ્યારે બીજી તરફ શાળાઓ ધમધમી રહી છે. તેવામાં ચિંતા એ વાતની છે કે, હજુ 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓને વેક્સિન નથી અપાઈ..તેવામાં જો એક વિદ્યાર્થી સંક્રમિત થયો તો તેના સંપર્કમાં આવેલ અને આસપાસના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ શકે છે.. અને જો આ રીતે સંક્રમણ ફેલાયું તો ગુજરાતમાં ત્રીજી લહેરને આવતા કોઈ નહીં અટકાવી શકે.

