રાજ્ય સરકારે સાત આઇપીએસ અધિકારીઓને ડીઆઇજી તરીકેનું પ્રમોશન આપ્યું છે. આ પ્રમોશનની સાથે હવે અન્ય આઈપીએસ અધિકારીઓની બદલી આવે તે નક્કી છે. આજે થયેલી બદલીમાં પરીક્ષિતા રાઠોડ, મકરંદ ચૌહાણ દીપેન ભદ્રન સહિત સાત આઇપીએસ પ્રમોશન મેળવી છે. દીપેન ભદ્રનને એટીએસમાં ડીઆઇજી તરીકે પ્રમોશન મળ્યા બાદ હવે સુપરકોપ ગણાતા હિમાંશુ શુક્લા ને ગમે તે સમયે રોમાં બદલી કરવામાં આવે તે પ્રમાણે નક્કી થઈ ગયું છે.

ડીસીપી ઝોન-3 અમદાવાદ શહેર મકરંદ ચૌહાણને એસીબીના ડીઆઈજી તરીકે મુકતા હવે ઝોન ત્રણની ખાલી પડેલી ડીસીપીની જગ્યા ભરાશે. જે માટે ટૂંકમાં જ ઓર્ડર થશે તેવું ઉચ્ચ આઇપીએસ અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. બીજી તરફ હાલ ડીઆઈજી તરીકે ફરજ બજાવતા ઘણા આઇપીએસ પોતાનું મનપસંદ પોસ્ટિંગ મેળવવા માટે લોબિંગ કરી રહ્યા હતા જે પણ હવે ટૂંક સમયમાં નક્કી થઈ જશે.

