બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક પછી એક સફળતાની સીડીઓ ચડી રહી છે. અભિનેત્રી તેના અલગ અંદાજ માટે જાણીતી છે. પોતાની બોલ્ડનેસને કારણે તે સૌથી વધારે ચર્ચામાં રહે છે. આ ઉપરાંત પોતાના સ્વીટ ગેસ્ચર્સને કારણે તે લોકો પર છવાઈ જાય છે. થોડા સમય પહેલા યોજાયેલી મિસ યુનિવર્સ સ્પર્ધામાં તે જજ તરીકે જોવા મળી હતી. આ ઈવેન્ટમાં ભારતવાસીઓને ગર્વ થાય એવી ક્ષણ જોવા મળી છે.

હવે એ વાતનો ખુલાસો થઈ ગયો છે કે, અંતે ઉર્વશીને આ ઈવેન્ટમાં જજ બનવા માટે આખરે કેટલી ફી મળી હતી. આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધામાં જજ જ્યૂરીમાં એ પણ સામિલ હતી. આ માટે તેને 1.2 મિલિયન ડૉલર્સ મળ્યા છે. ભારતીય ચલણ અનુસાર હિસાબ કરવામાં આવે તો આ કામ માટે તેને રૂ,8 કરોડ મળ્યા છે. આ એક મોટી રકમ છે. ફિલ્મો માટે કદાચ કહી શકાય એવા સંજોગોમાં તે આટલી મોટી રકમનો ચાર્જ લે છે. પણ આ ઈવેન્ટમાંથી તેને મોટી રકમ મળી છે. આ સાથે તેણે ભારત દેશનું ગૌરવ પણ વધાર્યું છે. વર્ષ 2021 ભારત માટે ખાસ કહી શકાય એવું રહ્યું છે. પંજાબની હરનાઝ સંધુએ તાજ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ વર્ષે તે મિસ યુનિવર્સ બની છે. આ માટે જજની પેનલમાં ઉર્વશી રૌતેલાને બેસવાનો ચાન્સ મળ્યો છે. ઉર્વશી માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં જાણીતી થઈ ગઈ છે. આવનારા ટૂંક સમયમાં તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના 44 મિલિયન ફોલોઅર્સ ક્રોસ કરી લેશે. સોશિયલ મીડિયા પર તે પોતાની લાઈફસ્ટાઈલ અને દરેક ઈવેન્ટ અંગે માહિતી તથા પોસ્ટ શેર કરતી રહે છે. જો એના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે તે ‘હેટસ્ટોરી 4’ અને ‘પાગલપંતી’ ફિલ્મમાં જોવા મળી હતી. વર્જિન ભાનુપ્રિયા નામની ફિલ્મમાં તે લીડ રોલ પ્લે કરતી જોવા મળી હતી.

જેમાં તે ગૌતમ ગુલાટી સાથે સ્ક્રિન શેર કરી રહી હતી. આવનારા પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો તે એક તેલુગુ ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ માટે કેટલાક પેપર્સ પણ સાઈન કરી લીધા છે. જોકે, ફિલ્મ શુટિંગ શરૂ થયું કે નહીં એ અંગે કોઈ ખાસ વિગત તેણે શેર કરી નથી. આ સિવાય તે બીજા બે તમિલ ફિલ્મના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પણ એના નામ સામે આવ્યા નથી. બોલિવૂડની સાથોસાથ તે હવે બીજી ભાષાના પ્લેટફોર્મ ઉપર પણ કામ કરી રહી છે.

