HomeGujaratગુજરાતમાં હવે આ ભરતી પરીક્ષા પણ સ્થગિત, દિનેશ દાસાએ ટ્વિટ કરી આપી...

ગુજરાતમાં હવે આ ભરતી પરીક્ષા પણ સ્થગિત, દિનેશ દાસાએ ટ્વિટ કરી આપી જાણકારી

ગાંધીનગર,બુધવાર

  રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરાયા બાદ માહિતી ખાતાની પણ પરીક્ષા પર સ્ટે મુકવામાં આવ્યો છે ત્યારે હવે આજે વધુ એક પરીક્ષા હાલ પુરતી સ્થગિત કરાઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

  ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવનારી ગાંધીનગર મનપાની ભરતીની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. જીપીએસસી દ્વારા ટ્વીટર પર આ અંગે માહિતી આપવામાં આવી છે. આગામી 2 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીના રોજ યોજાનારી વર્ગ 2 અને વર્ગ-3ની આ ભરતીની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે જીપીએસસી દ્વારા ગાંધીનગર મનપા વતી જાહેરાત કરવામાં આવી છે.આ અંગે જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટમાં લખ્યું કે ‘JTP તથા પ્લાનીગ આસીસ્ટન્ટના ભરતી નિયમોમાં ફેરફાર થવાની શક્યતા હોઈ, પરીક્ષા હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે. તે જ રીતે અન્ય જાહેરાતોમાં જગ્યાની સંખ્યામાં ફેરફાર થવાની GMC તરફથી આયોગને જાણ કરવામાં આવી હોય PTના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી.’

જુનિયર ટાઉન પ્લાનર અને પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી હતી
  જીપીએસસી દ્વારા આપવામા આવેલી માહિતી મુજબ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ -2 અને પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ -3ની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. આ કસોટીઓએ માં જગ્યાની સંખ્યા વધારવાની હોવાથી કસોટીઓ મોકૂફ રાખવામાં આવી છે અને તેનો આગામી નિર્ણય ગાંધીનગર મનપા દ્વારા કરવામાં આવશે.

જીપીએસસી દ્વારા આપવામાં આવી હતી તારીખ
  જુનિયર ટાઉન પ્લાનર અને પ્લાનિંગ આસિસ્ટન્ટની કસોટી અનુક્રમ 2 જાન્યુઆરી 2021 અને 9 જાન્યુઆરી 2021ના રોજ યોજવાની હતી. ભરતીના નિયમોમાં અને જગ્યાની સંખ્યામાં ફેરફાર થવાનો હોવાથી આ ભરતીની કસોટી મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં જ લેવાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ ભરતીનું પેપર ફૂટ્યું હતું અને તે લાખો રૂપિયામાં વેચાઈ ગયું હતું. સબંધિત ઘટના અંગે પુરાવાઓના આધારે યુવરાજસિંહ જાડેજાએ હોબાળો મચાવ્યો હતો. સરકારે આ પેપરલીકની તપાસ કરતા 14 જેટલા શખ્સોની સંડોવણી બહાર આવી હતી અને સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ રાજ્ય સરકારે આ ભરતી રદ જાહેર કરી છે અને આગામી માર્ચમાં આ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.

વર્ગ 1 અને 2ની ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે
  માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતીના વિવાદમાં હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-1 અને 2 ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર સ્ટે મુકી દીધો છે.ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં હેડ ક્લાર્કની ભરતીમાં કૌભાંડ સામે આવ્યા બાદ હવે માહિતી વિભાગની ભરતીમાં પણ કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે. ભરતી પ્રક્રિયાને લઈને કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકાર આપ્યો હતો.

હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી
  ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ લીધા નથી. અરજદારની રજુઆત ‘100 માર્ક ઇન્ટરવ્યૂ માં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઉમેદવારોને અપાયેલા માર્કમાં સમાનતા જળવાઈ નથી’. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે પૂછ્યું. આવું કઈ રીતે ચાલે? ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW