કોરોનાકાળ દરમયાન અંદાજે બે વર્ષ સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ ઘટ્યું હતું. તો બીજી તરફ ઔદ્યોગિક એકમો અને કોઈ પરિવહન સેવાઓ શરૂ નહીં હોવાના કારણે શહેરો સ્વચ્છ બન્યાં હતાં. ત્યારે હવે ફરી તમામ ઔદ્યોગિક એકમો શરૂ થતા પ્રદુષણનો આંક પણ વધી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે પ્રદુષણઆંક 116 તો રાજકોટમાં પણ મુંબઈની બરાબરનું પ્રદુષણ જોવા મળ્યું છે.

દેશના 132 શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ જાણવા માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં કુલ 96 શહેરોમાં 2019-20 કરતા 2020-21માં પીએમ 10 કોન્સ્ટ્રેશન લેવલનું ઘટેલું તો 36 શહેરોમાં આ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો હોવાનું અને માત્ર 18 શહેરોમમાં નેશનલ એમ્બિયેન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ સંતોષકારણ હોવાનું સામે આવ્યું છે.

ચેન્નાઈમાં પર્ટીક્યુલેટ મેટર 2019-20માં 56, 2020-21માં 55 સાથે સૌથી ઓછુ જોવા મળ્યું છે. તો અલ્હાબાદમાં 2019-20માં226, 2020-21માં 174 જ્યારે ફરિદાબાદમાં 2019-20માં 217 અને 2020-21માં 316 સાથે ચિંતાનજક સ્થિતિએ પહોચ્યું છે. મુંબઈમાં 2019-20માં 103, 2020-21માં 96 નોંધાયું હતું. મુંબઈ કરતા અમદાવાદમાં પીએમ 10 લેવલ કરતા વધારે પ્રદુષણ જોવા મળ્યું છે. તો વડોદરામાં 2019-20માં 107, 2020-21માં96 તો રાજકોટમાં 2019-20માં 114 તો 2020-21માં 95 નોંધાયું હોવાનું સામે આવ્યુંછે.

