ગાંધીનગર,સોમવાર
ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે છેલ્લા 3 દિવસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મોટા અહેવાલ મળી રહ્યા છે કે પેપર લીક કાંડ બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ થશે. પેપર સાણંદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી 10 ડિસેમ્બરે જ લીક થયું હોવાના પોલીસના ખુલાસા બાદ હવે હેડ ક્લાર્કની પરીક્ષા રદ થશે તેવી પૂરેપૂરી શકયાતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ GSSSB હવે ગમે ત્યારે સત્તાવાર રીતે પેપર રદ્દની જાહેરાત કરી શકે છે. નિયત સમય પહેલા પેપર લીક થતા પરીક્ષા રદ થશે.
ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું તેમજ કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની ધરપકડ કરી લેવામાં આવી છે. અભયસ ચુડાસમાએ જણાવ્યું કે, દેવલ પટેલ પણ ત્યાંજ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢી અને આરોપી મંગેશને આપ્યું હતું, મંગેશ પાસેથી 7 લાખ રૂપિયા કબ્જે કરાયા છે. આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસ પાસે મળે છે. કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં પેપર મંગેશને વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.. પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની અટકાયત કરી છે. વીડિયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. શનિવારે પોલીસે બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી હતી.
નોંધનીય છે કે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી છેલ્લા 3 દિવસમાં 9 આરોપીઓ ઝડપાયા છે જ્યારે 23 લાખ જેટલી રકમ પણ પોલીસે જપ્ત કરી છે. જો કે પોલીસ હજુ મુખ્ય આરોપીઓને શોધી રહી છે, ત્યાર બાદ પેપર ક્યાંથી લેવામાં આવ્યું, આમાં હજુ વધુ કેટલા લોકો સામેલ છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત આ મામલે કોઈ સરકારી કર્મચારી, કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં બાકીના આરોપીઓની પકડાયા બાદ જ વધુ યોગ્ય કડી મળશે એવું પોલીસ માની રહી છે, તો આ ઉપરાંત વધુ મુદ્દામાલ પણ મળી શકે એવી શક્યતા છે.
પોલીસે કિશોરની પૂછતાછ કરતાં તેણે કબૂલ્યું હતું કે 10 તારીખે ખાનગી રીતે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી મંગેશ સીરકેને રૂપિયા લઈ આપી દીધું હતું. મંગેશ સીરકેએ 10 તારીખે જ પેપર પ્રેસના કર્મચારી કિશોર આચાર્ય પાસેથી લીધું હતું જે બાદ દિપક મહેન્દ્રભાઇ પટેલ, દેવલ પટેલને આ પેપર રૂપિયા લઈ આપી દીધું હતું. અન્યને આ પેપર પહોંચાડી સમગ્ર કાંડ રચ્યો હતો. આ ખુલાસા બાદ હવે પેપર રદનો નિર્ણય લેવાય તો નવાઈની વાત નથી

