ગાંધીનગર,રવિવાર
પેપરલીક મામલે ગાંધીનગર રેન્જ IGએ પત્રકાર પરિષદ કરી છે,તેમણે કહ્યું કે,સાણંદના કિશોર આચાર્ય જે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે તેણે આ પેપર ફોડ્યું તેણે આ પેપર મંગેશ સીરકેને આપ્યુ, દિપક મહેન્દ્રભાઇ પટેલ જે એમ્બ્યુલન્સ ચલાવે છે તે અને દેવલ પટેલ જે પેપર કાંડમાં મુખ્ય આરોપી છે તે બંને સાથે કામ કરે છે. જેમણે સાણંદમાં આવેલી પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરી રહેલા કિશોર આચાર્ય સાથે મળી પેપર ખાનગી રીતે પ્રેસમાંથી ચોર્યું હતું. જેમાં મંગેશ સીરકેએ 10 તારીખે પેપર પ્રેસના કર્મચારી કિશોર આચાર્ય પાસેથી લીધું હતું જે બાદ દિપક મહેન્દ્રભાઇ પટેલ, દેવલ પટેલને આ પેપર રૂપિયા લઈ આપી દીધું હતું
અમદાવાદના સિંગરવા અને વાડજના 4 યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે, સમગ્ર કૌભાંડ મામલે 11 લોકો સામે ફરિયાદ થઈ ચૂકી છે જેમાં 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને તેમના 9 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ આરોપીઓ 27મી ડિસેમ્બર સુધી રિમાન્ડ પર રહેશે. તમામ ઝડપાયેલા આરોપીઓના આઠેય આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ હિંમતનગર લઈ જવાયા છે જો કે, મુખ્ય સુત્રધાર મનાતો એક આરોપી જયેશ પટેલ હજુ પોલીસ પકડથી બહાર છે.આ સિવાયના બે અન્ય આરોપીઓને પણ પોલીસ શોધી રહી છે. રિમાન્ડ પર રહેલા તમામ આરોપીઓની હવે સાબરકાંઠા પોલીસ પૂછપરછ કરશે.

