અંબાજી,રવિવાર
અમદાવાદનાં ભાવિકે ગુપ્ત દાનમાં અંબાજી શક્તિપીઠમાં સુવર્ણ મુકુટનું દાન કર્યું છે. અમદાવાદના માઈભકતે 120 ગ્રામ સોનાના મુકૂટનું દાન કર્યું છે. માઈ ભક્તે નામ ન જાહેર કરવાની શરતે આ દાન કરી માં અંબાના આશીર્વચન મેળવ્યા છે. અંબાજીમાં અગાઉ સુરતના ભક્તે સુવર્ણ અલંકારોનું દાન કરી માં અંબાના આશિષ મેળવ્યા હતા.
અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે અંબાજી માતાના ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24 લાખ 50 હજાર આંકી શકાય છે. માં અંબાનો આ ભક્ત બીજું કોઈ નહીં પણ વર્ષોથી દાતાર રહેલા નવનીત શાહ છે દર વર્ષે માં અંબાના ચરણોમાં સોનાની ભેટ આપે છે. જાણીતા બિઝનેસમેન નવનીત શાહે આ વખતે પણ 500 ગ્રામ એટલે કે અંદાજિત 24 લાખ 50 હજારના કિમંતના સોનાનું દાન માં અંબામાં મંદિરમાં આપ્યું છે.નવનીત શાહ છેલ્લા 20 વર્ષથી સોનાનું દાન દર વર્ષ કરતા આવે છે અને અત્યાર સુધી તેમણે 20 કિલો સાનાનું દાન અંબાજી મંદિર ખાતે કરી દીધુ છે. જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર નવનીત શાહ એક ફાર્મા સ્યુટિકલ કંપનીના માલિક છે જે માં અંબા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ દાન તેમણે અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે કર્યું છે.

