HomeGujaratબજેટમાં થઈ હતી ઘોષણા, 3 માસમાં આ સરકારી કંપનીને વેચવાનો છે ટાર્ગેટ...

બજેટમાં થઈ હતી ઘોષણા, 3 માસમાં આ સરકારી કંપનીને વેચવાનો છે ટાર્ગેટ !

નવી દિલ્હી, રવિવાર

 કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે પોતાના બજેટ ભાષણમાં ઘોષણા કરી હતી કે પવનહંસનું ખાનગીકરણ 2021-22માં પૂર્ણ કરી લેવામાં આવશે. હવે ચાલુ નાણાંકીય વર્ષના વીતવામાં માત્ર 3 માસ જ બાકી બચ્યા છે. તેવામાં સરકાર જોરશોરથી લાગેલી છે કે જલ્દીમાં જલ્દી ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યને પ્રાપ્ત કરી લેવામાં આવશે.

  ખસ્તાહાલ હેલિકોપ્ટર સંચાલક પવનહંસ લિમિટેડમાં પોતાની હિસ્સેદારી વેચવા માટે સરકારને ઘણી નાણાંકીય બોલીઓ મળી છે. તેનાથી આ જાહેરક્ષેત્રના ઉપક્રમની ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. નાણાંકીય મંત્રાલયનું રોકાણ અને લોક પરિસંપત્તિ પ્રબંધન વિભાગ (દીપમ)માં સચિવ તુહીનકાંત પાંડેએ જાણકારી આપી છે કે પવનહંસના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે નાણાંકીય બોલીઓ લેણદેણ સલાહકારને પ્રાપ્ત થઈ ગયા છે. પ્રક્રિયા હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જો કે તેમણે એ જણાવ્યું નથી કે પવનહંસ માટે કેટલી બોલીઓ પ્રાપ્ત થઈ છે.

  સરકાર પવનહંસમાં પોતાની 51 ટકાની સમગ્ર હિસ્સેદારી વેચી રહી છે. બાકી 49 ટકા હિસ્સેદારી જાહેરક્ષેત્રના ઉપક્રમ ઓએનજીસી પાસે છે અને તે પણ પોતાની આખી હિસ્સેદારી વેચવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે પવનહંસની સ્થાપના 1985માં થઈ હતી અને તેની પાસે 40થી વધારે હેલિકોપ્ટરો છે. તેમાં 900થી વધારે કર્મચારીઓ કામ કરે છે. જેમાંથી અડધાથી પણ ઓછા કર્મચારીઓ કાયમી છે. આ કંપની ઓએનજીસીની અન્વેષણ ગતિવિધિઓ માટે અને ભારતના પૂર્વોત્તર ક્ષેત્ર માટે હેલિકોપ્ટર સેવાઓ પ્રદાન કરે છે.

   કંપનીને 2019-20માં કુલ 28 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને તેના એક વર્ષ પહેલા આ આંકડો 69 કરોડ રૂપિયા હતો. સરકારે પવનહંસમાં પોતાની હિસ્સેદારી વેચવા માટે 2018માં અરજીઓ આમંત્રિત કરી હતી. જો કે તેમણે પવનહંસ ખરીદવામાં રસ દાખવનારાઓના નામ જણાવ્યા નથી. જો કે હવે ઓએનજીસીએ પોતાની હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે, તો સરકારે પોતાના પગલા પાછા ખેંચી લીધા છે. 2019માં કંપનીને વેચવાનો વધુ એક પ્રયાસ થયો હતો. પરંતુ ત્યારે રોકાણકારોએ તેમા રસ દાખવ્યો ન હતો.

  જાહેરક્ષેત્રની હેલિકોપ્ટર ઓપરેટર કંપની પવનહંસના ખાનગીકરણ માટે સરકારે ‘Expressions Of Interests-EOI’ આમંત્રિત કર્યા હતા. હવે દીપમનું કહેવું છે કે પવનહંસને ખરીદવામાં ઘણી કંપનીઓએ રસ દાખવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે 2021-22ના નાણાંકીય વર્ષ દરમિયાન ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા કુલ 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં બજેટ ભાષણ દરમિયાન આ ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યની ઘોષણા કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW