HomeGujaratબેલેટ અને પ્રચાર સાહિત્યમાં અલગ-અલગ ચિન્હ છપાતા ગુજરાતના આ ગામમાં મતદાન અટક્યું

બેલેટ અને પ્રચાર સાહિત્યમાં અલગ-અલગ ચિન્હ છપાતા ગુજરાતના આ ગામમાં મતદાન અટક્યું

પંચમહાલ,રવિવાર

  મતદાન એ લોકશાહીનું પર્વ ગણવામાં આવે છે. પંચમહાલના વિરણીયા ગૃપ ગ્રામપંચાયતમાં આશરે 3 કલાક જેટલા સમયથી મતદાન અટક્યું હતું. સરપંચ પદના ઉમેદવારોના ચિન્હને લઈને વિવાદ થતાં મતદાન અટક્યું હતું. જેમાં બેલેટ અને પ્રચાર સાહિત્યમાં અલગ-અલગ ચિન્હ છપાયા હતા. નિશાનની ફાળવણી વોટરપંપની કરાઈ હતી જયારે બેલેટમાં પેટ્રોલપંપ છપાયો હોવાથી 4માંથી 3 મતદાન મથકો પર મતદાન અટક્યું હતું.

   છોડાઉદેપુરમાં સાંસદ ગીતાબેન રાઠવાએ કવાંટની ઇંગ્લીશ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું છે, ગીતાબેન રાઠવાએ નિવેદન આપતા કહ્યું કે ગામના વિકાસ માટે સરપંચ હોવો જરૂરી છે, આ ચૂંટણીમાં EVM મશીન શક્ય નથી, ગ્રામપંચાયતની ચૂંટણી બેલેટથી જ થાય.તેમજ વીરપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે, મોબાઇલ સાથે મતદાન મથકમાં જવા મુદ્દે ઘર્ષણ સર્જાતા મતદાન કેન્દ્ર બહાર પોલીસ-મતદાર વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે જબદરસ્તીથી મતદારને પોલીસ વાનમાં બેસાડી ડિટેન કર્યો છે. મોરવા હડફની વિરનીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરી વિવાદ સર્જાયો છે. સરપંચ પદના ઉમેદવારનું નિશાન બદલાતા વિવાદ વિકર્યો છે જેમાં ઉમેદવારે ચૂંટણી રદ્દ કરી ફરી યોજવા કરી છે માંગ, આવતી કાલે ફરીથી મતદાન થાય તેવું મનાઈ રહ્યું છે.

  નવસારી જિલ્લામાં આજે લોકશાહીના પર્વની ઉજવણી કરવા આજે વહેલી સવાર થી મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લાની 308 ગામપંચાયતની ચૂંટણી પૈકી 35 ગામપંચાયત સમરસ થઈ છે અને 273 ગામ પંચાયત માં ખરાખરી નો જંગ જામ્યો છે. આજે મતદાન પ્રક્રિયાઓ માં અગવડતા ના પડે તે માટે જિલ્લાના 5 હજાર જેટલા સરકારી કર્મીઓ મતદાન પ્રક્રિયામાં જોતરાયા છે. તો બીજી તરફ શાંતિપૂર્ણ માહોલ માં મતદાન થાય એ માટે 2 હજાર જેટલા પોલીસકર્મીઓ 756 મતદાન મથક પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જેમાં સંવેદનશીલ 106 મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કુલ મતદારો 567743 મતદારો પોતાની ફરજ અદા કરશે કુલ સરપંચ ના 744 ઉમેદવારો અને વોર્ડ સભ્યો માટે 3917 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવવા મેદાને પડ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW