કચ્છ,શનિવાર
કંડલા-દિનદયાળ પોર્ટની સિધ્ધીમાં વધુ એક ઉમેરો થયો છે. બેસ્ટ મેજર પોર્ટ ઓફ ધ યર (કાર્ગો) કેટેગરીમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સમુદ્ર મંથન એવોર્ડ-2021 કંડલા દિનદયાળ પોર્ટને મળ્યો. છે. કડંલા પોર્ટે વર્ષ 2021માં 117.05 મીલીયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગ કરતા તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો. ડ્રાય અને લીકવીડ કોર્ગો હેન્ડલીંગમા કંડલા દિનદયાળ પોર્ટ સતત 14 વર્ષથી અન્ય પોર્ટ કરતા સતત કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા વધારી રહ્યા છે.
કંડલા દિનદયાળ પોર્ટએ (DPT) તેની ક્ષમતાઓને સર્વગ્રાહી રીતે સતત વધારવા અને અપગ્રેડ કરવાનો પ્રયાસ કર્યા છે. જેને લઇ સતત કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે પોર્ટ અગ્રેસર રહ્યુ છે. 8 માં આતરરાષ્ટ્રીય સમુદ્ર મથન એવોર્ડમાં અલગ-અલગ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોનુ બહુમાન કરાયુ હતુ. જેમાં કન્ટેનર મુખ્ય પોર્ટનો એવોર્ડ JNPORT ને મળ્યો હતો. તો ઇમપાવર વુમન કેટગરી સહિતના એવોર્ડ કાર્યક્રમમાં એનાયત કરાયા હતા. SCI એ પ્રતિષ્ઠીત શિપીંગ કંપનીનો એવોર્ડ મેળવ્યો હતો.
બેસ્ટ મેજર પોર્ટ ઓફ ધ યર (કાર્ગો)’ કેટેગરી માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સમુદ્ર મંથન એવોર્ડ 2021 એસ.કે.મહેતા, IFS, ચેરમેન, DPT, કંડલાને સંજય ભાટિયા, નિવૃત્ત IAS, એ મેળવ્યો હતો. DPT એ પોર્ટ પર કાર્યરત ટ્રસ્ટીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, કામદારો, કંડલા દિનદયાળ પોર્ટના (DPT)યુનિયનો અને પોર્ટ વપરાશકર્તાઓને આ એવોર્ડ હાંસલ કરવા અને 2020-21 દરમિયાન સર્વોચ્ચ કાર્ગો હેન્ડલ કરવા માટે સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

