ચંદીગઢ, શુક્રવાર
નવજોતસિંહ સિદ્ધૂ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. પંજાબ કોંગ્રેસભવન ખાતે પ્રદેશ પ્રમુખ નવોજતસિંહ સિદ્ધૂ એક પ્રેસ કોન્ફરન્સમાં ચરણજીતસિંહ ચન્ની સરાકરની યોજનાઓ બાબતે જણાવી રહ્યા હતા. ત્યારે કોન્ફરન્સમાં પત્રકાર સવાલ-જવાબ કરી રહ્યા હતા. જ્યારે સિદ્ધૂને રાજ્ય સરકાર દ્વારા વહેંચવામાં આવતા લેબર કાર્ડ બાબતે સવાલ કરવામાં આવ્યો, તો તેઓ ચન્ની સરકારની સ્કીમ બાબતે જણાવવા લાગ્યા અને વાતવાતમાં ગાળ પણ આપી દીધી હતી.
સિદ્ધૂએ કહ્યુ હતુ કે હું એ કહી રહ્યો છું કે અમારી સ્કીમ તે નથી, અમારી જે અર્બન ગેરેન્ટી છે, કોઈએ આપી છે ગેરેન્ટી…@#$@@@.. અને વાતને ચાલુ રાખી. એએનઆઈએ આ મામલે વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
સિદ્ધૂએ કહ્યુ છે કે શહેરોમાં વસનારા મજૂરો પાસે નોકરીઓ નથી. પંજાબમાં શહેરી બેરોજગારી ગામડાંથી વધારે છે. ગામડાંના મુકાબલે શહેરોમાં બેરોજગારી બેગણી છે. તેમણે કહ્યુ છે કે પંજાબ મોડલ શહેરી રોજગારનો વાયદો કરે છે. લોકોને નોકરીની ગેરેન્ટી આપે છે, ત્યાં સુધઈ કે બિનકુશળ લોકોને પણ નોકરીની ગેરેન્ટી છે. સિદ્ધૂએ કહ્યુ છે કે પંજાબમાં મજૂરોનું 1 ટકા રજિસ્ટ્રેશન પણ થયું નથી. જ્યારે સરકારને ખબર નથી કે જરૂરત કોને છે, ગરીબ કોણ છે, તો તેનો ફાયદો કોને આપશે અને કેવી રીતે આપશે. આજ સુધી કોઈ સર્વે જ કરાયો નથી, તો પછી કેવી રીતે ખબર પડશે કે ગરીબ કોણ છે.
સિદ્ધૂએ કહ્યુ છે કે ગેસ સિલિન્ડરની કિંમત બેગણી થઈ છે. પેટ્રોલ-ડીઝલની કિંમત બેગણી, ઘરમાં ખાવાના તેલની કિંમત ડબલ, દાળની કિંમત દોઢ ગણી છે. જ્યારે આ કિંમતો બેગણી થાય છે, તો મોટા લોકોને કોઈ ફરક પડતો નથી. પરંતુ જ્યારે કોઈ 250-300 રૂપયા કામાણી કરનાર મજૂર ટામેટા-ડુંગળી લેવા જાય છે, તો તેના 250-400ની કિંમત 100 થઈ જાય છે. જે લોકો કામ કરી રહ્યા છે, તેમની દહાડી તો એક હોવી જોઈએ। તેમણે કહ્યુ છે કે તેમની સરકાર મજૂરી ફિક્સ કરશે. તેમણે સોશયલ સિક્યોરિટી ઓફ લેબર પર ભાર મૂકતા કહ્યુ છે કે અમે અને તમે બીમાર હોવ છો, તો તમારો પગાર કપાતો નથી. પરંતુ આ મજૂરોનું શું. હાલ સરકારની યોજના જણાવતા સિદ્ધૂ પોતાની જ વાતોમાં ફરી એકવાર ઘેરાતા દેખાય રહ્યા છે.

