મોરબી શહેર એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માહિતી મળી કે, જૂના બસ સ્ટેન્ડ નજીક કેટલાક લોકો ચલણી નોટોના નંબર પર હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં રિઝવાનભાઈ ઓસમાણભાઈ લોલાડિયા (ઉ.વ. 40, લાતી પ્લોટ), કબીરશા ઉર્ફે સુલતાનબાપુ અલીસા સૈયદ (ઉ.વ. 60, વીશીપરા), ઇકબાલભાઈ અબ્દુલભાઈ સેવંગીયા (ઉ.વ. 49, કુમાર શાળા પાસે) અને એઝાઝ સિદ્દીકભાઈ કાસમાણી (ઉ.વ. 29, પખાલી શેરી, મોરબી)નો સમાવેશ થાય છે.
પોલીસે તેમની પાસેથી રૂ. 9,240 ની રોકડ રકમ મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

