HomeNationalપીએમ મોદીએ વિમોચન કરેલી બુકલેટ પર શીખ સંસ્થાઓ વ્યક્ત કર્યો વાંધો, ખોટો...

પીએમ મોદીએ વિમોચન કરેલી બુકલેટ પર શીખ સંસ્થાઓ વ્યક્ત કર્યો વાંધો, ખોટો ઈતિહાસ દર્શાવવાનો આરોપ

નવી દિલ્હી, શુક્રવાર

   વારાણીસમાં કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બુકલેટનું પણ વિમોચન કર્યું હતું. શ્રી કાશી વિશ્વનાથ ધામનો ગૌરવશાળી ઈતિહાસ શીર્ષકથી પ્રકાશિત આ બુકલેટમાં વારાણસીના ધાર્મિક ઈતિહાસ સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. આને લઈને જ શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધ કમિટીએ વાંધો વ્યક્ત કર્યો છે અને બુકલેટ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે. શીખ સંસ્થા તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં મીડિયા સચિવ કુલવિંદરસિંહ રામદાસે કહ્યુ છે કેઆ બુકલેટને વારાણસીમાં વિમોચિત કરાય હતી અને તેને પ્રસાદ તરીકે મોટી સંખ્યામાં યુપી સરકાર દ્વારા વહેંચવામાં આવી.

   શીખ સંસ્થાનો આરોપ છે કે આ બુકલેટમાં શીખ ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, કુલવિંદરસિંહ રામદાસે કહ્યુ છે કે આમા કાશી સાથે શીખ ધર્મને સાંકળતી ખોટી જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે બુકલેટમાં કહેવામાં આવ્યું છે કે પંજ પ્યારાની સાથે ખાલસા પંથની સ્થાપના કરતા પહેલા ગુરુગોવિંદસિંહે તેમને કાશી મોકલ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે કાશી જાવ અને ત્યાં સનાતન ધર્મ સંદર્ભે પુરી જાણકારી પ્રાપ્ત કરો. જેની તેમણે રક્ષા કરવાની છે. બુકલેટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શીખ પંથની સ્થાપના સનાતન ધર્મને મુઘલોના અત્યાચારથી બચાવવા માટે કરવામાં આવી હતી. આ બંને વાતો તથ્યોથી પર છે. તેને ભ્રમ પેદા કરવાની ભાવના અને અજ્ઞાનતાને કારણે લખવામાં આવી છે.

   તેમણે કહ્યુ છે કે ખાલસા પંથની સ્થાપના ધાર્મિક મૂલ્યો અને ઉત્પીડનનો મુકાબલો કરવા માટે કરવામાં આવી હતી. અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ મુકાબલો કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. તેનો ઉદેશ્ય સનાતન ધર્મની સુરક્ષા કરવાનો ન હતો. તેના સિવાય જે 5 શીખોને કાશી મોકલવામાં આવ્યા હતા, તે પંજ પ્યારાથી અલગ હતા. રામદાસે કહ્યુ છે કે આ ખોટી જાણકારી આપવામાં આવી છે. કાશી સાથે શીખોના સંબંધની હકીકત એ છે કે પાંવટા સાહિબમાં જ્યારે શુદ્રજાતિના કેટલાક શીખોને પંડિત રઘુનાથે સંસ્કૃત ભણાવવાનો ઈન્કાર કર્યો હતો, ત્યારે અલગ-અલગ જાતિના 5 શીખોને ગુરુ ગોવિંદસિંહ કાશી મોકલ્યા હતા. તેમનો ઉદેશ્ય સંસ્કૃત શીખવાનો હતો. સનાતન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું તેમનો ઉદેશ્ય ન હતો. આ પાંચ શીખોનો પંજ પ્યારાઓ સાથે કોઈ સંબંધ ન હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW