HomeGujaratબ્લેક ફ્રાઈડે : 889 અંક ગગડીને સેન્સેક્સ 57011 પર બંધ, માર્કેટ કેપમાં...

બ્લેક ફ્રાઈડે : 889 અંક ગગડીને સેન્સેક્સ 57011 પર બંધ, માર્કેટ કેપમાં 4.55 લાખ કરોડનો ઘટાડો

મુંબઈ, શુક્રવાર

   સપ્તાહના આખરી કારોબારી દિવસે શેરબજારમાં આજે ભારતે ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 889 અંકના ઘટાડા સાથે 57011 પર બંધ થયો. જ્યારે ઈંડસઈંડ બેંકના શેર 4.71 ટકા તૂટયા છે. તેની સાથે માર્કેટ કેપમાં 4.55 લાખ કરોડનો ઘટાડો થયો છે. ગુરુવારે માર્કેટ કેપ 264.02 લાખ કરોડ રૂપિયા હતી. જે આજે 259.47 લાખ કરોડ રૂપિયા થઈ છે.

  ઘટાડાનું મુખ્ય કારણ ઓમિક્રોનના વધતા મામલા, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરોને વધારવાની આશંકા છે. ગત 40 દિવસોમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી 80 હજાર કરોડ રૂપિયા કાઢયા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે અચાનક 0.15 ટકાથી 0.25 ટકા રેટ વધારીને ચોંકાવી દીધા છે.

  શુક્રવારે સેન્સેક્સ 120 અંકની તેજી સાથે 58021 પર ખુલ્યો હતો. તેણે દિવસમાં 58062નું ઉપરી સ્તર અને 56950નું નીચલું સ્તર બનાવ્યું હતું. સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં બઢત સાથે કોરાબાર બંધ થયો હતો. ઘટાડાવાળા મુખ્ય શેરોમાંથી 14 શેરો એવા છે કે જે 2થી 4 ટકા જેટલા તૂટયા હતા. તેમા મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ, એરટેલ, કોટક બેંક, બજાજ ઓટો, એક્સિસ બેંક અને બજાજ ફિનસર્વ વગેરે રહ્યા હતા.

   બઢતવાળા શેરોમાં માત્ર ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવરગ્રિડ, સનફાર્મા અને ટીસીએસ છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 263 અંકના ઘટાડા સાથે 16985 પર બંધ થયો હતો. તે 17276 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં દિવસભરના કારોબારમાં 17298નો હાઈ અને 6966નો લૉ બન્યો હતો.

  નિફ્ટીના 50 શેરોમાંથી 5માં બઢત સાથે કારોબાર બંધ થયો હતો. તો નિફ્ટીમાં બાકીના 45 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેના નેક્સ્ટ 50, મિડકેપ, ફાયનાન્શિયલગ સર્વિસિસ અને બેન્કિંગ ઈન્ડેક્સમાં અઢી-અઢી ટકાનો ઘટાડો જોવા મળ્યો. બઢતવાળા શેરોમાં ઈન્ફોસિસ, વિપ્રો,ટાટા કન્સલ્ટન્સી અને ટેક મહિન્દ્રા સામેલ છે. ઘટાડાવાળા શેરોમાં ટાઈટન, ટાટા મોટર્સ, ઈંડસઈંડ બેંક 4-4 ટકા તૂટયા. જ્યારે કોટક બેંક, મારુતિ અને અન્યનો સમાવેશ થાય છે. આના પહેલા ગુરુવારે સેન્સેક્સ 113 અંકના વધારા સાથે 57901 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 27 અંકના વધારા સાથે 17248 પર બંધ થયો હતો. સવારે જો કે સેન્સેક્સે 400 અંકથી વધુની તેજી દર્શાવી હતી. પરંતુ ગુરુવારે બપોર બાદ કારોબારમાં ઘટાડો શરૂ થયો તો. જો કે અંતમાં તે ગુરુવારે બઢત સાથે બંધ થયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW