અમદાવાદ, શુક્રવાર
આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની સંભાવના છે.આગામી દિવસોમાં તાપમાન 9 થી 12 ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે. ત્યારે નલિયામાં સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં હજુ 5 દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી અને સૂકા પવનો ફૂંકાતા રાજકોટમાં ઠંડીની અસર વર્તાઈ છે. ત્રણ દિવસમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. એટલું જ નહીં અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડી વધશે. મહત્વનું છે કે બુધવારે 4.6 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી નીચું નોંધાતા મોડી સાંજે સામાન્ય કરતાં ઠંડીની વધુ અસર જોવા મળી હતી.

