નવી દિલ્હી, ગુરુવાર
લખીમપુર ખીરી હિંસા મામલામાં સંસદમાં પણ જોરદાર હંગામો ચાલુ છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યુ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની ક્રિમિનલ છે, તેમને તાત્કાલિક હટાવવા જોઈએ. બીજી તરફ સરકાર આમ કરવાના મૂડમાં દેખાય રહી નથી. આના પહેલા સંસદીય કાર્ય મત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ હતુ કે આ આખો મામલો સબજ્યુડિયશ છે, તેની તપાસ સુપ્રીમ કોર્ટના મોનિટરિંગ હેઠળ ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે લખીમપુર ખીરી હિંસા મામલામાં એસઆઈટીના રિપોર્ટમાં ખેડૂતો પર જાણીજોઈને ગાડી ચઢાવવાની વાત સામે આયા બાદ હંગામો ચાલુ છે. રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માગણી તેજ બની છે. મિશ્રાના રાજીનામાની માગણી સાથે યૂથ કોંગ્રેસે સંસદની બહાર ધરણા કરવાની પણ વાત કહી છે.
લોકસભાની કાર્યવાહી શરૂ થતા સૌથી પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોલવાનો મોકો આપવામાં આયો હતો. તેમણે કહ્યુ હતુ કે ખેડૂતોની હત્યામાં મંત્રીની સંડોવણી છે. તેમને સજા મળવી જોઈએ. તેઓ ક્રિમિનલ છે, તેમને સરકારમાંથી હટાવવા જોઈએ. રાહુલ ગાંધી આ મામલામાં બોલવા માંગતા હતા. પરંતુ તેમને બોલવા દેવામાં આવ્યા નથી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ હતુ કે જે પ્રશ્ન હતો, તેના સંદર્ભે વાત કરવાના સ્થાને રાહુલ ગાંધી બીજી વાત કરી રહ્યા હતા. ટેનીના રાજીનામાની ઉગ્ર બનેલી માગણી વચ્ચે સરકાર આમ કંઈ કરવાના મૂડમાં દેખાય રહી નથી. પાર્ટી સૂત્રો મુજબ, સરકાર અને પાર્ટી એસઆઈટી રિપોર્ટને આખરી સત્ય માની રહ્યા નથી. એમ પણ કહેવામાં આવે છે કે કેસ ટેનીના પુત્રની વિરુદ્ધ છે, તેમની વિરુદ્ધ નથી. માટે અજય મિશ્રા ટેનીની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના નથી.
યુપીના લખીમપુર ખીરીના તિકુનિયા ગામમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે. આ મામલામાં મંગળવારે એસઆઈટી રિપોર્ટ રજૂ કરવામાં આયો હતો અને તેમાં હિંસાને ષડયંત્ર ગણાવવામાં આવી છે. એસઆઈટી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતો પર એક આયોજનબદ્ધ ષડયંત્ર હેઠળ ગાડી ચઢાવવામાં આવી હતી. લખીમપુર હિંસા અને પત્રકારોને ગાળ આપવાને કારણે ખરાબ રીતે ઘેરાય ચુકેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની નોર્થ બ્લોક ખાતેના પોતાના કાર્યાલયમાં પહોંચી ગયા છે. તેઓ પાછલા દરવાજે પોતાની ઓફિસમાં પહોંચ્યા હતા. ઓફિસમાં કેન્દ્રીય મંત્રી અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
એસઆઈટી રિપોર્ટના આવ્યા બાદ સંસદમાં કોંગ્રેસે આ મામલામાં ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો. ગૃહની બહાર રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે પહેલા પણ કહેવામાં આવ્યું છે કે આ આયોજનબદ્ધ ષડયંત્ર હતું. બધાં જાણે છે કે આમા કોણ સંડોવાયેલું છે, કોનો પુત્ર સામેલ છે. તે મત્રીજી છે. અમે તેમનું રાજીનામું ઈચ્છીએ છીએ. તો વિપક્ષની ચર્ચાની માગણી પર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યુ છે કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. માટે સંસદમાં ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. તેના પર રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આ ક્યું લોજિક છે? અહીં કોઈપણ ચર્ચા કરાવી શકાય છે.

