HomeNationalInter Nationalલિથુઆનિયાના ડિપ્લોમેટ્સે છોડયું ચીન, તાઈવાનને લઈને બંને દેશો વચ્ચે વધ્યો તણાવ

લિથુઆનિયાના ડિપ્લોમેટ્સે છોડયું ચીન, તાઈવાનને લઈને બંને દેશો વચ્ચે વધ્યો તણાવ

નવી દિલ્હી, બુધવાર

   લિથુઆનિયા અને તાઈવાન વચ્ચે વધતા સંબંધોને લઈને ચીન ભડક્યું છે. ચાલી રહેલા તણાવ વચ્ચે લિથુઆનિયાન ડિપ્લોમેટ્સના પ્રતિનિધિમંડળે ચીન છોડયું છે. મહત્વપૂર્ણ છે કે તાઈવાને ચીન સાથે વણસતા સંબંધો વચ્ચે ગત મહિને વિનિયસમાં એક દૂતાવાસ ખોલ્યું છે. લિથુઆનિયાએ એક નિવેદનમાં છે કે તેણે પોતાના ટોચના રાજદ્વારીઓને ચર્ચા માટે ચીનથી પાછા બોલાવ્યા છે અને દૂતાવાસ કેટલાક સમય માટે રિમોટલી કામ કરશે

   રૉયટર્સને સૂત્રોને ટાંકીને કહ્યુ છે કે લિથુઆનિયન દૂતાવાસના તમામ 19 કર્મચારીઓ અને તેમના સહયોગીઓએ બીજિંગ છોડી દીધું છે. એક રાજદ્વારી સૂત્ર પ્રમાણે, લિથુઆનિયન રાજદ્વારીને લઈને સુરક્ષાલક્ષી ચિંતાઓ હતી. રાજદ્વારીઓના જવાને તેમણે ડરાવવાની પ્રતિક્રિયા ગણાવી છે. આખા મામલાને લૉઈને ચીનના વિદેશ મંત્રાલયે હજી સુધી કંઈપણ કહ્યું નથી. વિનિયસમાં તાઈવાનના પ્રતિનિધિ કાર્યાલયના ખુલ્યાના કેટલાક દિવસો બાદ ચીને ગત મહિને લિથુઆનિયાની સાથે રાજદ્વારી સંબંધોને ઓછા કરવાનું શરૂ કર્યું હતું. ચીને લિથુઆનિયાને જણાવ્યું હતું કે બીજિંગમાં તેમના દૂતાવાસને એક ઓફિસ ઓફ ધ ચાર્જ ડી અફેયર્સમાં બદલવામાં આવી છે.

   ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે, ચીની એક્સપર્ટ્સે કહ્યુ છે કે આ પ્રકારની મૂર્ખતાપૂર્ણ ચીન વિરોધી નીતિ બાલ્ટિક રાજ્ય માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. લિથુઆનયા પોતાના આ પગલાથી ક્ષેત્રમાં અલગ પડે તેવી શક્યતા છે. ચીનના એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાને ખુશ કરવા માટે લિથુઆનિયાનું આ પગલું રાષ્ટ્રીય હિતોને જોખમમાં નાખવા જેવું છે. લિથુઆનિયાને આખરમાં અમેરિકા દ્વારા વિશ્વાસઘાત જ મળવાનો છે. એક તરફ અમેરિકા ચીન સાથે સંબંધ સુધારી રહ્યું છે. તેવામાં લિથુઆનિયાનું આ મૂર્ખતાપૂર્ણ પગલું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW