ફિરોજાબાદ, બુધવાર
યુપીના જનપદ ફિરોજાબાદના ટૂંડલા કસ્બામા એક આઘાતજનક સમાચાર સામે આ રહ્યા છે. જ્યાં મુખ્યમંત્રી સામુહિક લગ્ન કાર્યક્રમમાં એક પરણિત ભાઈએ પોતાની પિતરાઈ બહેન સાથે જ લગ્ન કરી લીધા. જણાવવામાં આવે છે કે કેટલાક રૂપિયા અને દહેજની લાલચમાં ભાઈએ પોતાની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યા. ઘટનાસામે આવ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. લગ્ન માટે દુલ્હા-દુલ્હનના સત્યાપન કરનારા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે.
ફિરોજાબાદના ટૂંડલા બ્લોકના નારખી કસબામાં 51 યુગલોના લગ્ન થયા હતા. સરકાર તરફથી ઘરની સામગ્રી અને કેટલાક રૂપિયા પણ નવયુગલોને આપવામાં આવ્યા હતા. શનિવારે થયેલા સમૂહ લગ્ન યોજનામાં જે યુગલોના લગ્નો થયા હતા, તેમની તસવીર લોકોની પાસે સોશયલ મીડિયાના માધ્યમથી પહોંચી હતી. તો ખુલાસો થયો હતો કે બે બાળકોના પિતા મહેન્દ્રસિંહે પોતાની જ પિતરાઈ બહેન સાથે લગ્ન કરી લીધા. એટલું જ નહીં પણ સામાન અને સરકારી મદદ પણ લઈ લીધી. સમૂહ લગ્ન માટે જિલ્લા પ્રશાસન દ્વારા જે યુગલોની પસંદગી કરવામાં આવી છે, તેનો આધાર કાર્ડ, વોટર કાર્ડ, બેંકની પાસબુકની સારી રીતે તપાસ કરવામાં આવે છે. આ યુગલોનું પણ સત્યાપન ગ્રામ પંચાયતના મરસેનાના સચિવ કુશલપાલ,ગ્રામ પંચાયત બિરૌલીના સચિવ અનુરાગ સિંહ, એડીઓ કોઓપરેટિવ સુધીર કુમાર અને એડીઓ સમાજ કલ્યાણ વિભાગ ચંદ્રભાનસિંહે કર્યું હતું. પરંતુ તેમ છતાં આવા પ્રકારના લગ્નની વાત સામે આવી છે. જ્યારે આ મામલાનો ખુલાસો થયો, તો જિલ્લા પ્રશાસને તમામ અધિકારીઓની નોટિસ જાહેર કરીને આ મોટી ભૂલ પર સ્પષ્ટીકરણ માંગ્યું.
તો ટૂંડલાના બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસર નરેશ કુમારે કહ્યુ છે કે નકલી રીતે લગ્ન કરનારા યુગલો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય સરકાર દ્વારા દહેજમાં આપવામાં આવેલો સામાન પણ તેમની પાસેથી પાછો લેવાય રહ્યો છે. પ્રસ્તુત કરવામાં આવેલા આધાર કાર્ડની પણ તપાસ થઈ રહી છે. આના સંદર્ભે મુખ્ય વિકાસ અધિકારી ચર્ચિત ગૌડે કહ્યુ છે કે મામલો ધ્યાનમાં આવ્યા બાદ તેની ઊંડાણપૂર્વક તપાસ કરાય રહી છે. આ મામલામાં દોષિત ઠરનારાઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે તમામ 51 નવયુગલોની ફરીથી તપાસ કરાય રહી છે.

