HomeGujaratવિરાટ-રોહિત વચ્ચેના વિવાદ અંગે અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું

વિરાટ-રોહિત વચ્ચેના વિવાદ અંગે અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું

ટીમ ઈન્ડિયાની સાઉથ આફ્રિકા ટુર પહેલા કેપ્ટનશીપને લઈને ભારતીય ક્રિકેટમાં એક વિવાદ વધુને વઘુ ચર્ચામાં રહ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે થયેલી ખેંચતાણના વાવડ આવી રહ્યા છે. આ માહોલ વચ્ચે ખેલમંત્રી અનુરાગ ઠાકુરે આ વિવાદ પર નિવેદન આપ્યું છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગેમથી મોટું કોઈ નથી. ગેમ સર્વોત્તમ છે. કોઈ ખેલાડીઓ વચ્ચે શું ચાલી રહ્યું છે એની જાણકારી હું ન આપી શકું. આ એ સંબંધીત એસો. અથવા સંસ્થાની જવાબદારી છે. એ જ યોગ્ય રહેશે કે, તેઓ આ અંગે કોઈ જાણકારી આપે.

અનુરાગ ઠાકુર પર ભૂતકાળમાં BCCIના અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગેમ બધાથી ઉપર હોય છે. જ્યારે વિરાટ કોહલીને વન ડેના કેપ્ટન તરીકે હટાવવામાં આવ્યો છે ત્યારે આ વિષય પર જુદા જુદા રીપોર્ટ મળી રહ્યા છે. T20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમને મોટી ધોબી પછડાટ મળી હતી.એ પછી વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડવા માટે નિર્ણય કર્યો હતો. આ અંગે તે પહેલા પણ એલાન કરી ચૂક્યો હતો. પણ વિવાદ એ સમયે મોટો થઈ ગયો જ્યારે BCCIએ સાઉથ આફ્રિકા ટુર માટે ટેસ્ટ ટીમનું એલાન કર્યું. જેમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે હતો. જ્યારે રોહિત શર્મા વાઈસ કેપ્ટન તરીકે રહ્યો. આ સાથે ભારતીય ક્રિકેટ બોર્ડે વન ડે ટીમની કમાન રોહિત શર્માને સોંપી. આ વિવાદ દરેક સિનિયર ખેલાડીઓ પણ પોતાના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. જ્યારે ઈજા થવાને કારણે રોહિત શર્માને ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું હતું. મુંબઈમાં પ્રેક્ટિસ કરતી વખતે રોહિત શર્માને ઈજા થઈ હતી. એ પછી ત્રણ અઠવાડિયા સુધી તે રેસ્ટ પર ગયો હતો. આ પછી એવા વાવડ સામે આવ્યા કે, કોહલી વન ડે સીરિઝમાંથી એક નાનકડો બ્રેક લઈ શકે છે. કારણ કે તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માગે છે. પણ આ પછી ભારતીય ક્રિકેટ બોર્ડની ચોખવટ સામે આવી હતી. બોર્ડે કહ્યું કે, કોહલીની કોઈ પ્રકારની રિક્વેસ્ટ સામે આવી નથી.

જ્યારે વિરાટ વન ડે સીરિઝ નહીં રમે એવી વાત સામે આવી ત્યારે જુદા જુદા રીએક્શન મળ્યા હતા. વધી રહેલા વિવાદ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે, બ્રેક અંગેની કોઈ વાત હજુ સુધી કોઈ પદાધિકારી સુધી નથી આવી. જોકે, કેપ્ટનશીપને લઈને ભારતીય ક્રિકેટ ટીમમાં ચાલી રહેલો વિવાદ નવો નથી. આ પહેલા કપિલ અને ગાવસ્કર, ધોની અને સેહવાગ વચ્ચે પણ નેતૃત્વને લઈને ખટાશ વ્યાપી હતી. હવે આ યાદીમાં વિરાટ અને રોહિત શર્મા સામસામે છે. આ સિવાય ગૌતમ ગંભીર અને યુવરાજ જેવા ખેલાડીઓ પણ કેપ્ટન પદને લઈને સતત ચર્ચાતા રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW