HomeGujaratજમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF જવાન પર આતંકી હુમલો, 3 જવાનો ઘાયલ;

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF જવાન પર આતંકી હુમલો, 3 જવાનો ઘાયલ;

કુલગામમાં બપોરે 2:15 વાગ્યે નાકા ડ્યૂટી દરમિયાન હુમલો; સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે CRPFના જવાનો પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અખરાન વિસ્તારમાં આવેલા CRPF કેમ્પ પાસે નાકા ડ્યૂટી પર તૈનાત જવાનોને બાઇક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના બપોરે આશરે 2:15 વાગ્યે બની હતી. ફાયરિંગમાં ઘાયલ થયેલા ત્રણેય જવાનોને તાત્કાલિક અનંતનાગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ફાયરિંગ કર્યા બાદ બંને હુમલાખોરો બાઇક પર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ રસ્તાઓ પર વાહનોની તપાસ પણ કરવામાં આવી રહી છે.

 

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW