HomeGujaratટંકારામાં બંધ મકાનના તાળા તોડી તસ્કરો ત્રાટક્યા, દાગીના-રોકડ સહિત રૂ.98,305ની ચોરી

ટંકારામાં બંધ મકાનના તાળા તોડી તસ્કરો ત્રાટક્યા, દાગીના-રોકડ સહિત રૂ.98,305ની ચોરી

ટંકારાના ડેરીનાકા રોડ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. બાલકૃષ્ણ લાલની હવેલી સામે આવેલા રહેણાંક વિસ્તારમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.98,305ની મતા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

આ અંગે ટંકારા પોલીસ મથકમાં વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલ (ઉ.વ.64)એ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.05 ઓગસ્ટ 2026ની રાત્રે સાડા બાર વાગ્યાથી તા.06 ઓગસ્ટની વહેલી સવારે સાડા સાત વાગ્યા દરમિયાન ચોરીની ઘટના બની હતી.

તસ્કરોએ મકાનમાં ઘૂસી 5 ગ્રામની સોનાની બુટીની એક જોડી, કિંમત રૂ.18,705, ચાંદીના 40 ગ્રામના સાકડાની બે જોડી, કિંમત રૂ.9,800, ચાંદીના 10 ગ્રામના ચાર સિક્કા, કિંમત રૂ.9,800 તેમજ રોકડ રૂ.10,000 મળી કુલ રૂ.98,305નો મુદ્દામાલ ચોરી લીધો હતો.

ઘટનાની જાણ થતાં મકાન માલિકે ટંકારા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW