ગત ફેબ્રુઆરી મહિનામાં મોરબીના સોની યુવાન જતીન રસિકલાલ આડેસરા તેની કારમાં તેમના બહેન સાથે રાજકોટથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે શનાળા રોડ પર રંગોલી આઇસક્રીમ સામે આ દરમિયાન એકટીવા પર આવેલા બે શખસે હોર્ન મારવા જેવી બાબતમાં ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં બે સગીર આરોપીની અટકાયત કરવામાં આવી હતી.આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ પૂર્ણ ચાલી રહી છે આરોપીઓ સગીર વયના હોવાથી કેસ જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં સરકારના ગૃહ વિભાગ દ્વારા આ કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજય સી જાનીની નિમણૂક કરી હતી.

