HomeGujaratમોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલી આરોપીને દબોચ્યો

મોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલી આરોપીને દબોચ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરી અંગે ગુનો નોંધાયેલ હતો, જે લાંબા સમયથી વણશોધાયેલ હતો. આથી પોલીસ ઇન્સપેક્ટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ગુનાનો ભેદ ઉકેલવા માટે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી અને આરોપી તેમજ ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ માહિતીના આધારે બાતમી મળી હતી કે, બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અલારખાભાઈ કાસમભાઈ કાણા, રહે. વણાળીયા, તા. જી. મોરબી, મોરબી-ધરમપુર રોડ પર આવેલ સુરાપુરા દાદાના મંદિર પાસે હાજર છે. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW