ભૂતકાળમાં કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા અને સમાધાન કરવા માટે અવારનવાર ફોન પર ધમકીઓ આપી ત્રાસ ગુજારતા, પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે હળવદ પોલીસે મરણજનારના માતાની ફરિયાદના આધારે રાજકોટના એક જ પરિવારના ત્રણ સભ્યો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતા ચંપાબેન માવજીભાઈ રાઠોડ (ઉં.વ. ૪૦, ધંધો: ઘરકામ) એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમની દીકરી મરણજનાર અનીતાબેને અગાઉ આ કામના ધર્મેન્દ્ર જીતેન્દ્રભાઈ પરમારના સામે વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના લીધે ધર્મેન્દ્રના પત્ની તેમજ સાસરિયાં પક્ષના લોકો અવારનવાર અનીતાબેનને ફોન કરીને કેસમાં સમાધાન કરી લેવા દબાણ કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ત્રણેય આરોપીઓના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી જઈને આખરે અનીતાબેને ગત તા. ૦૭/૦૬/૨૦૨૬ના રોજ બપોરના આશરે પોણા એક વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમની છતના હુકમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ચંપાબેનની ફરિયાદ આધારે પોલીસે ધર્મેન્દ્રભાઈના પત્ની જે નું નામ જાણતા નથી તે આ ઉપરાંત સંજયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર મનીષાબેન સંજયભાઈ પરમાર સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

