HomeGujaratવાંકાનેરના જાંબુડીયામાં જુગારનો દરોડો: તીનપત્તી રમતા 6 શખ્સો રૂ. 17,800ની રોકડ સાથે...

વાંકાનેરના જાંબુડીયામાં જુગારનો દરોડો: તીનપત્તી રમતા 6 શખ્સો રૂ. 17,800ની રોકડ સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જાંબુડીયા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળતા દરોડો પાડ્યો હતો. પોલીસે રાજેશભાઈ પાંચાભાઈ કાંજીયાના મકાન સામે આવેલી શેરીમાંથી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં સિંધાભાઈ ટીલાભાઈ સારલા (ઉ.વ. 27), મુકેશભાઈ નભાભાઈ સાવડીયા (ઉ.વ. 25), ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા (ઉ.વ. 38), મહેશભાઈ પરબતભાઈ કાંજીયા (ઉ.વ. 32) રહે. વીડી જાંબુડીયા, તેમજ રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા (ઉ.વ. 23) અને લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા (ઉ.વ. 55) રહે. માણેકવાડા, તા. હળવદનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રૂ. 17,800ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW