HomeGujaratમિતાણામાં મચ્છી લેવા માથાકૂટ,પિતા-પુત્રોએ મળી આધેડને ફટકાર્યા

મિતાણામાં મચ્છી લેવા માથાકૂટ,પિતા-પુત્રોએ મળી આધેડને ફટકાર્યા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મિતાણા ગામે માછીમારી જેવી સામાન્ય બાબતે ઝઘડો થતા એક આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મિતાણા ડેમ પાસે મચ્છી લેવા ગયેલા યુવકને આરોપીઓએ ફટકારી કાઢી મૂક્યા બાદ, જ્યારે પિતા ઠપકો આપવા ગયા ત્યારે પિતા-પુત્રોએ મળીને તેમને હોકી અને પાઇપ વડે આડેધડ  માર મારતા ચકચાર મચી ગઈ છે.

મિતાણા ગામે ચામુંડા હોટલ સામે રહેતા જયંતીભાઈ ભદાભાઈ સોલંકી (ઉં.વ. 45) એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર ડેમ પાસે મચ્છી લેવા ગયો હતો. ત્યાં હાજર આરોપી હરેશભાઈ ગોરસીયા અને તેના પુત્રોએ મચ્છી આપવાની ના પાડી યુવકને થપ્પડ મારી હાંકી કાઢ્યો હતો.

જયંતીભાઈ જ્યારે આ બાબતે પૂછપરછ કરવા ગયા, ત્યારે આરોપી હરેશભાઈ ગોરસીયા, વિપુલ હરેશભાઈ અને અન્ય બે પુત્રોએ ઉશ્કેરાઈને એકસંપ થઈ જયંતીભાઈ પર હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ અને હોકી જેવા હથિયારોથી થયેલા આ હુમલામાં જયંતીભાઈને બંને પગના ઘૂંટણ અને બંને હાથના કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે. ટંકારા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 115(2), 117(2), 352, 54 તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. કેસની વધુ તપાસ એ.એસ.આઈ. પી.વી. ગઢવી ચલાવી રહ્યા છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW