રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામે નિવાસ કરતા અને ટંકારાની નસીતપર ગામની સીમમાં આવેલ ધરતી સ્પીનીંગ મીલ કંપનીના એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલી ધરતી સ્પીનીંગ મિલમાં તેમની બાકી રહેલી પગારની રકમ મેળવવા માટે તેમણે મિલના મેનેજર સંતોષભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. પરંતુ પગાર બાબતે વાત કરતાં આરોપીને રોષ આવતાં, ફરિયાદી અનુસૂચિત જાતિ સમાજના હોવાની જાણ હોવા છતાં આરોપીએ અપમાનજનક શબ્દો સાથે ગાળો આપી અને ધોકા વડે હુમલો કરી શરીરે ઇજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

