HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખના અકાળ અવસાન બાદ હવે પક્ષ ના ઉમેદવારો ઉજવણી...

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખના અકાળ અવસાન બાદ હવે પક્ષ ના ઉમેદવારો ઉજવણી નહી કરે

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા નું પક્ષના કાર્યકરના ઘરે મીટીંગ દરમિયાન અકાળે અવસાન થતા મોરબી જિલ્લામાં રાજકીય સ્તરે શોકનું વાતાવરણ સર્જાયું હતું આ દરમિયાન જ મોરબી જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઇ છે જોકે આ વ્યસ્તતા વચ્ચે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે તેમના પક્ષના મોભીનું અકાળે અવસાન થતા શોકનો માહોલ છે ત્યારે આગામી ચૂંટણી દરમિયાન તેમના પક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અથવા વિજેતા બન્યા બાદ પણ ભભકા દાર ઉજવણીથી દુર રહેશે ફોર્મ ભરતી વખતે તમામ કાર્યકરો અને ઉમેદવાર શાંતિથી ફોર્મ ભરશે કોઈ પણ આતશબાજી ડીજે કે કોઈ ફૂલ હાર જેવી ઉજવણીથી દુર રહી કિશોરભાઈ ને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW