HomeGujaratવાંકાનેરના સતાપરમાં જીવલેણ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ: ₹3.18 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

વાંકાનેરના સતાપરમાં જીવલેણ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ: ₹3.18 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં કોઈ પણ જાતની મંજૂરી કે સુરક્ષાના સાધનો વગર ગેરકાયદેસર રીતે વિસ્ફોટકો (Explosives) પ્લાન્ટ કરી બ્લાસ્ટ કરવાનું મોટું કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. રામાપીરની ટેકરી પાસે સરકારી ખરાબાની જમીનમાં ૨૫૫ કિલોગ્રામ જેટલો ખતરનાક વિસ્ફોટક જથ્થો જમીનમાં ઉતારી દેવામાં આવ્યો હતો, જે મામલે પોલીસે ૧૨ શખ્સો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ, સતાપર ગામથી અદેપર તરફ જતા રસ્તા પર સર્વે નંબર 111 પૈકી 12ની સરકારી જમીનમાં કોઈ પણ આધાર પુરાવા કે લીજ વગર આરોપીઓ દ્વારા મોટા પાયે બ્લાસ્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી. આરોપીઓએ જમીનમાં 98 જેટલા બોર (કાણા) કર્યા હતા, જેમાંથી 23 બોરમાં ઈલેક્ટ્રોનિક ડીટોનેટર સાથે અતિ જોખમી Solar Eco Primex Slurry Explosives નાખી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રાહદારીઓ, માલધારીઓ અને પાલતુ પશુઓની અવરજવર સતત રહેતી હોય છે. તેમ છતાં, આરોપીઓએ જાનમાલનું નુકસાન થઈ શકે છે તે જાણતા હોવા છતાં, કોઈ પણ સુરક્ષા તકેદારી રાખ્યા વગર આ બ્લાસ્ટનું આયોજન કર્યું હતું. પોલીસના દરોડા દરમિયાન રાજકોટના આજી વસાહત વિસ્તારમાં રહેતા રમેશભાઇ ગોરધનદાસ ખોજીરજી સ્થળ પરથી પકડી પાડ્યો હતો.

પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: જીલેટીન સ્ટીક: 475 નંગ (કિંમત ₹1,05,450), ડીટોનેટર (DTH/TLD વાયર): 163 નંગ (કિંમત ₹8,150), બોલેરો ગાડી:GJ-03-BY-9933 (કિંમત ₹2,00,000), મોબાઈલ ફોન અને સાધનો મળી કુલ રૂ.3,18,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે રમેશભાઇ ખોજીરજી, સતાપરના ચોથાભાઇ ગોરીયા, સામાભાઇ, બોલેરો ચાલક, શોર્ટ ફાયરર અને અન્ય અજાણ્યા 7 માણસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 288, 110 તેમજ એક્સપ્લોઝીવ એક્ટ અને એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો ક્યાંથી આવ્યા અને આ ગેરકાયદેસર બ્લાસ્ટ પાછળનો મુખ્ય હેતુ શું હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW