HomeGujaratજાહેરનામું પ્રસિદ્ધ થયાના પ્રથમ દિવસે મોરબી મહાનગરપાલિકા માટે 59 ઉમેદવારી ફોર્મ ઉપડયા

જાહેરનામું પ્રસિદ્ધ થયાના પ્રથમ દિવસે મોરબી મહાનગરપાલિકા માટે 59 ઉમેદવારી ફોર્મ ઉપડયા

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઇ ગઈ છે.  તા 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાન માટે આજથી ફોર્મ ઉપાડવા અને ભરવાની પ્રકિયા શરુ થઇ જતા હવે ઉમેદવારો ફોર્મ ભરવા મેદાનમાં આવી રહ્યા છે. મોરબી મહા નગર પાલિકા માટે ત્રણ રીટર્નીંગ ઓફિસર અને ત્રણ આસી. રીટર્નીંગ ઓફિસર નીમવામાં આવ્યા છે વોર્ડ દીઠ જોઈએ તો 1 થી 4 વોર્ડ માટેના આર ઓ  નાયબ કલેકટર ઉમંગ પટેલ અને એ આર ઓ એસ બી પારજીયાને જવાબદારી સોપાઈ છે. અને આ 4 વોર્ડ માટે પ્રથમ દિવસે 23 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હતા. વોર્ડ 5 થી 9 માટે   આર ઓ મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિહ જેતાવત  એઆરઓ તરીકે સીટી મામલતદાર પ્રશાંત જી ગોરવીવાળાની નિમણુક કરાઈ છે વોર્ડ 5 થી 9 માં 24 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હતા. વોર્ડ નંબર 10 થી 13 ના રીટનીંગ ઓફિસર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી એચ જે ગોહિલની અને એ આર ઓ તરીકે એસ એલ આર એમ એમ કરમટાની નિમણુક કરાઈ છે વોર્ડ 10 થી 13 માં કુલ 12 ફોર્મ ઉપડયા હતા

આમ મોરબી જિલ્લાની કુલ 13 વોર્ડ ની 52 બેઠક માટે પ્રથમ દિવસે કુલ 59 ફોર્મ ઉપડયા હતા રાજકીય પક્ષ ભાજપમાં હજુ ઉમેદવારી યાદી જાહેર થઇ નથી જયારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આંશિક યાદી જાહેર થઇ  છે  તમામ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વધુ સંખ્યામાં ફોર્મ ઉપડે અને જમા થવાની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW