HomeGujaratહળવદમાં પતિ સાથે બોલાચાલી બાદ પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

હળવદમાં પતિ સાથે બોલાચાલી બાદ પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

હળવદ શહેરના સરા રોડ વિસ્તારમાં આવેલ શિવધારા બંગલોઝ સોસાયટીમાં રહેતી દિવ્યબા પૃથ્વીરાજસિંહ ચૌહાણ નામની પરિણીતાએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, તેમના પતિ પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે ઘરે મોડા આવવા બાબતે વારંવાર તણાવ અને બોલાચાલી થતી હતી.

ગઈકાલે મોડી રાત્રે પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થતાં મન દુઃખી બનેલી દિવ્યબાએ પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW