મોરબી સિરામીક મેન્યુફેકચરર્સ એસોસિએશનના વોલટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 161 મતદારો નોંધાયા હતા અને ખાસ વાત એ રહી કે 100 ટકા મતદાન થયું હતું.
ચૂંટણીના પરિણામ જાહેર થતાં નરેન્દ્રભાઈ સંઘાતને બહુમતી મળતા તેઓ પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મોરબીના સિરામીક ઉદ્યોગકારોએ નરેન્દ્રભાઈ સંઘાતને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ ત્રણેય ઉમેદવારો એકસાથે મળીને ટ્રેડના વિકાસ માટે આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

