HomeGujaratપ્રોપેન ગેસ કટોકટીથી મોરબી ઉદ્યોગ ઠપ્પ: ફેક્ટરી બંધ થતા મજૂરો વતન પરત...

પ્રોપેન ગેસ કટોકટીથી મોરબી ઉદ્યોગ ઠપ્પ: ફેક્ટરી બંધ થતા મજૂરો વતન પરત ફરવા લાગ્યા

ઈરાન – ઇઝરાયેલ અમેરિકા યુદ્ધની અસરને પગલે અચાનક પ્રોપેન ગેસનો પુરવઠો મળતો બંધ થતા હવે મોટાપાયે ફેકટરીઓમાં શટ ડાઉન થઇ ગયું છે અને જે ફેક્ટરી પાસે ગેસનો જથ્થો જેટલો ઉપલબ્ધ છે તેટલા સમય સુધી ફેક્ટરી ચાલુ રાખશે. જેના કારણે આ સપ્તાહ બાદ મોટાભાગની ફેક્ટરી બંધ થવાની તૈયારી છે. આજની સ્થિતિએ 400થી વધુ એકમ બંધ થઇ જતા હવે મજૂરો માટે રોજગારીનો પ્રશ્ન સર્જાઈ શકે છે.બીજી તરફ મોટા ભાગના શ્રમિકો ખાનગી કમ્પનીના ગેસ સીલીન્ડરનો ઉપયોગથી રસોઈ કરતા હોય છે. ગેસના વધતા ભાવને પગલે તેમની રોજીંદા ખર્ચમાં પણ ઝડપથી ઉછાળો આવે તેવી શક્યતા છે અને ફેકટરીઓ કેટલો સમય બંધ રહેશે તેની પણ કોઈ સમય મર્યાદા નથી આવી સ્થિતિમાં હવે મજૂરો ફેકટરીઓમાં તેમના વતન તરફ વાટ પકડી રહ્યા છે.

ખાસ કરીને યુ પી, બિહાર,એમપી રાજસ્થાન અને ઓરિસ્સાના શ્રમિકો રેલ્વે સ્ટેશનમાં તેમના વતની ટ્રેનના બુકિંગ માટે આવી રહ્યા છે. મોરબી રેલ્વે સ્ટેશનમાં ચાલુ સપ્તાહમાં દૈનિક 300થી વધુ ટીકીટનું એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે અગાઉ આ આંકડો 150ની આસપાસ હતો આવી સ્થિતિ નઝરબાગ મકનસર તેમજ વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં પણ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે મજૂરો ઝડપથી પોતાના વતનની ટ્રેનની ટીકીટની ખરીદી માટે આવી રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં ફરી શ્રમિકોનું પલાયન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ ઉપરાંત મોરબીના ઔદ્યોગિક વિસ્તારના મજૂરોને એમપી યુપી કે રાજસ્થાન તરફ લઇ જતી બસમાં પણ વતન તરફ જતા મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.મોરબીના સિરામીક ઉદ્યોગકારો તો શ્રમિકોને આવનાર સમય સાચવવા તૈયારી દાખવી રહ્યા છે પરંતુ ફેક્ટરી કેટલો સમય બંધ રહેશે તેનો અંદાજ નથી આવી સ્થિતિમાં ફેક્ટરી સંચાલકો પણ ક્યાં સુધી સાચવશે તેવા ભયથી મજૂરો વતન તરફની વાટ પકડી રહ્યા છે.

મારું નામ શ્રવણ કુમાર સોની નામ છે અમે યુપીના વતની છીએ અમે રેલ્વે સ્ટેશનમાં ટીકીટ લેવા આવ્યા છીએ અત્યાર સુધી બરાબર ચાલતું હતું જોકે ફેક્ટરી બંધ થવાથી હવે ઘરે તરફ જવાની તૈયારી કરી રહ્યા છીએ ટીકીટ લેવા આવ્યા છીએ ફેક્ટરી બંધ થવાથી અહી અમે ઘરે જઈ છીએ.વાંકાનેર, રાજકોટથી બુકિંગ મોરબીમાં લાંબા અંતરની ટ્રેન ન હોવાથી મોટા ભાગના શ્રમિકો રાજકોટ અથવા વાંકાનેરનું તેમજ રાજસ્થાનના શ્રમિકો માળિયા કે હળવદ રેલ્વે સ્ટેશન ટ્રેન પકડવા અહીંથી બુકિંગ કરે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW