HomeGujaratરાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે આવતીકાલે હનુમાન ચાલીસાના પઠન કરાશે

રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે આવતીકાલે હનુમાન ચાલીસાના પઠન કરાશે

રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના આરોગ્ય લાભ માટે સામૂહિક પ્રાર્થનાનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. હનુમાનજી મહારાજ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવતા કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માટે આવતીકાલે તા. ૨૮-૦૨-૨૦૨૬, શનિવારે સાંજની આરતી વેળાએ હનુમાન ચાલીસાના સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સામુહિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપાના કાર્યકરો આગેવાનો  મિત્રો,   અને શુભેચ્છકો જોડાવવા તેમજ વિવિધ ગામના લોકોને પણ તેમના ગામમાં હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં એકત્ર થવા અને કાંતિભાઈના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરવા  વિનંતી કરવામાં આવી છે. ત્રણ, પાંચ અથવા સાતના સમૂહમાં હનુમાન ચાલીસાનું પાઠ કરીને પ્રાર્થના કરવામાં આવશે.

સામૂહિક પ્રાર્થનામાં અપાર શક્તિ રહેલી છે અને શ્રદ્ધાભાવે કરાયેલ પ્રાર્થના અવશ્ય ફળદાયી બને છે.અપીલમાં વધુમાં જણાવાયું છે કે ચાર દાયકાથી વિસ્તારમાં સક્રિય પ્રતિનિધિત્વ આપતા કાંતિભાઈ અમૃતિયા હનુમાનજી મહારાજમાં ગાઢ વિશ્વાસ ધરાવે છે. તેમના આરોગ્યલાભ માટે વિસ્તારભરના મંદિરોમાં પ્રાર્થના ગુંજી ઊઠે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW