માળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કોલેજ શરુ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોરબી સુધી ધક્કા થઇ રહ્યા હતા આ મુદે સ્થાનિક અગ્રણીઓ અને આગેવાન દ્વારા લાંબા સમયથી ધારાસભ્ય અને હાલના રાજ્ય મંત્રી કાન્તીભાઈ અમૃતિયાને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવતી હતી આ રજૂઆત અંગે મંત્રી કાન્તીભાઈ અમૃતિયા દ્વારા પ્રયાસ કરવામાં અઆવ્યા હતા અને રાજ્ય સરકાર સુધી આ માટે જરૂરી લેખિત પત્ર વ્યવહાર પણ કર્યા હતા જેના અંતે રાજ્ય સરકાર દ્વારા માળિયા મિયાણા તાલુકામાં સાયન્સ કોમર્સ અને આર્ટસ એમ ત્રણ ફેકલ્ટીના કોર્સ સાથેની સરકારી કોલેજ ને મંજુરી આપવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના માળિયા ઉપરાંત અમદાવાદના હાથીજણ ,મહીસાગરના ખાનપુર ,ગાંધીનગરના દહેગામ બનાસકાઠાના ધાનેરા , બોટાદના રાણપુર ગીરસોમનાથ જીલ્લાના ઉના તેમજ કચ્છના માંડવી જિલ્લામાં પણ સરકારી કોલેજશરુ કરવાની મંજુરી આપી છે આગામી દિવસોમાં આ અંગે અન્ય મંજૂરીઓ અને ભરતી પ્રકિયા પણ હાથ ધરવામાં આવશે

