Tuesday, February 17, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં રૂ. 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ...

મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં રૂ. 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ

મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં વિસીપરામાં લગત વિસ્તારનો વોટર વર્કસ શાખા દ્વારા વિગતવાર સર્વે કરી તેનો પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકારમાંથી રૂ. 9.37 કરોડની સૈધાંતિક મંજુરી મળતા આ વિસ્તારમાં પ્રાથમિક કક્ષાએ પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ કામગીરીથી આ વિસ્તારમાં પીવાના પાણીની તમામ સમસ્યાનો અંત આવશે. મોરબીના વીસીપરા વિસ્તારમાં યોગ્ય સમયે રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં પીવાલાયક અને શુદ્ધ પાણી મળી રહે તે માટે મોરબી મહાનગર પાલિકાની વોટરવર્કશ શાખા દ્વારા પાણી પુરવઠાની સ્થિતિને સુધારવા માટે નવો DPR તૈયાર કરી મહત્વપૂર્ણ યોજનાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ કામગીરી થી અહીંના રહીશોને પૂરતા પ્રેશર સાથે પાણી મળી રહે તેવું સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 10,000 કિમી સુધી મોરબી મહાનગર પાલિકાની વોટર વર્કસ વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારા વિસ્તારમાં આ યોજનાનો મુખ્ય હેતુ સમગ્ર વિસીપરા વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે અને સમાન પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવાનો રહ્યો છે, આગામી સમયમાં વધતી વસ્તી અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉદભવે તે માટે ટકાઉ નેટવર્ક ઉભું કરી-વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂના DI/PVC પાઇપલાઇન નેટવર્કને સંપૂર્ણપણે બદલીને નવું DI-K7 નેટવર્કની સ્થાપન કરાશે, આ યોજનામાં વિતરણ નેટવર્કને ત્રણ મુખ્ય વિતરકોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. વિશીપરા મેઇન રોડ, અમરેલી મેઇન રોડ અને વિજયનગર મેઇન રોડ નો સમાવેશ કર્યો છે, આ યોજના અંતર્ગત આ વિસ્તારની કુલ વસ્તીને ધ્યાનમાં રાખવામાં આવી છે, વિશીપરા વિસ્તારમાં કુલ વસ્તી (2026): 20,161 છે. નવી નાખવામાં આવતી DI-K7 પાઈપલાઈન 35,311 મીટરની લંબાઈ ધરાવે છે, જેમાં નવા વાલ્વ નાખવામાં આવશે, જેથી પાણીનો જથ્થો નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં અહીંના રહેવાસીઓને મળી રહેશે. આ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનનું કામ હાલમાં કાર્યરત છે અને 35,311 કી.મી માંથી 10,000 કી.મી પાઇપલાઇન નાખવાનું કામ પુર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાની કામગીરી પુર્ણ થયે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page