HomeGujaratમોરબીમાં લક્ષ્મીનગર પાસે ડમ્પરમાં આગ, કેબિન બળીને ખાખ !

મોરબીમાં લક્ષ્મીનગર પાસે ડમ્પરમાં આગ, કેબિન બળીને ખાખ !

મોરબી નજીક આવેલા નેશનલ હાઇવે 27 પરથી પસાર થતા જીજે 03 એટી 3478 નંબરના એક ડમ્પરના બોનેટના ભાગે બપોરના સમયે  લક્ષ્મીનગર ગામ નજીક અચાનક આગ ફાટી નીકળતા ચાલકે ટ્રક રોડની સાઈડમાં થંભાવી દીધો હતો જે બાદ ધૂળ અને ફાયર એક્સટિંગ્યુંસરથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતોજોકે  અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા મોરબી ફાયરવિભાગની ટીમ સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ફાયર વિભાગની ટીમ ડમ્પર સુધી પહોચે તે પહેલા બોનેટનો ભાગ ઝપટમાં આવી ગયો હતો જેના પગલે તેમાં મોટા પાયે નુકશાન થયું હતું

બીજી તરફ ઘટનાને પગલે રોડ પર વાહન ચાલકો માં પણ ગભરાટ પ્રસરી જતા વાહનોના થપ્પા લાગી ગયા હતા જોકે આગ કાબુમાં આવ્યા બાદ ફરી ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરુ કરાવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW