HomeGujaratહળવદના ટીકર ગામે થયેલી રૂ. 3.94 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક...

હળવદના ટીકર ગામે થયેલી રૂ. 3.94 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો

હળવદ તાલુકાના ટીકર ગામે બનેલી ઘરફોડ ચોરીની ઘટના હળવદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખી છે. ચોરીમાં ગયેલા કુલ રૂ. 3,94,057ના સોનાના દાગીના સહિત એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ મામલે ફરીયાદી સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા (રહે. ટીકર (રણ), તા. હળવદ, જી. મોરબી) દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવ્યું હતું કે, તેમના રહેણાંક મકાનમાંથી અજાણ્યા શખ્સે વિવિધ સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી વિશાલ રમેશભાઈ ખાંભડિયા (રહે. ટીકર (રણ), તા. હળવદ, જી. મોરબી)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીમાં ગયેલા આશરે સાડા પાંચ તોલા વજનના સોનાના તમામ દાગીના, કુલ કિંમત રૂ. 3,94,057નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW