HomeGujaratમોરબી મનપાની ફૂડ શાખા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સ મેળવવાની...

મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સ મેળવવાની માર્ગદર્શિકા જાહેર કરાઇ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના ખાણી-પીણીના ધંધાર્થી ઓને જણાવવાનું કે, નવા ફૂડ લાઇસસન્સ અને રજીસ્ટ્રેશન ઘેર બેઠા ઓનલાઈન કરી શકાય છે, ફૂડ લાયસન્સ મેળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના માટે foscos.fssai.gov.in પર લૉગિન કરી મેળવી શકાય છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ખાણી-પીણીના ધંધાર્થી, મીઠાઇ ફરસાણના ધંધાર્થી, હોટેલ- રેસ્ટોરન્ટના ધંધાર્થી, કરિયાણાના વેપારી, ડેરી- પાર્લર, આઇસક્રીમના વિક્રેતા, લારી, ગલ્લા સહિતના ખાધ પદાર્થનું વેચાણ કરતાં તમામ ધંધાર્થીઓને જણાવવાનું કે, જે લોકો એ ફૂડ રજીસ્ટ્રેશન ના કર્યું હોય તે તમામ ખાધ પદાર્થના વિવિધ વિક્રેતાઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પોતાના ખાણી- પીણીના ધંધાનું રજીસ્ટ્રેશન કરવી લેવા તાકીદ કરવામાં આવે છે. મોરબી મહાનગર પાલિકાના ફૂડ શેફટી ઇન્સ્પેકટર દ્વારા નિયમિત ફૂડ રજીસ્ટ્રેશન-લાયસન્સ, સ્વછતા, ખાધ પદાર્થનું નિરીક્ષણ અને સેમ્પલ ચેકિંગ કરવામાં આવે છે, જે આગામી સમયમાં તમામ પ્રકારની ફૂડ રજીસ્ટ્રેશન અને નમૂના લેવાની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે, આથી ખાધ પદાર્થ ના તમામ વિક્રેતાઓને મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા પોતાના ધંધાનું ફૂડ લાયસન્સનું રજીસ્ટ્રેશન ઓનલાઈન પદ્ધતી થી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, ફૂડ રજીસ્ટ્રેશન કરવા માટે foscos.fssai.gov.in વેબ સાઇટ પર સવારે 7:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી ઓનલાઈન કરી સકે છે, જેમાં લૉગિગ બિસનેશ કરી આઈડી- પાસવર્ડ બનાવી, ગુજરાત રાજ્ય પસંદ કરવું, ધંધાનો યોગ્ય પ્રકાર પસંદ કરવો, ડિક્લેરેશન, નિયત ફી જમા કરી અરજી જમા કરાવી, ફોર્મની વિગતો ભરી ફૂડ પ્રોડક્ટ કેટેગરી પસંદ કરવી અને સ્વપ્રમાણિત દસ્તાવેજો અપલોડ કરવા, જ્યુરીશડિક્સન નક્કી કરવું, ત્યાર બાદ અધિકારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે, જો જરૂર જણાશે તો પ્રીમાઇસીસ ઇન્સ્પેક્શન કરવામાં આવશે ત્યારબાદ તમારું QR કોડ સાથેનું ઓનલાઈન લાઇસન્સ ઇશ્યૂ થસે. ઉપરોક્ત તમામ પ્રક્રિયા ને અનુસરવાથી ખાણી- પીણીના ધંધાર્થીને તેમનું ફૂડ રજીસ્ટ્રેશન થઈ શકે છે. આથી મોરબી શહેરના તમામ ખાધ પદાર્થોનું વેચાણ કરતાં વિક્રેતાને ઓનલાઈન પ્રોસેસ દ્વારા ફૂડ રજીસ્ટ્રેશન કરવા ફૂડ શાખા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW